ટોપ ન્યૂઝવર્લ્ડ

‘ઘરમાં સાપ રાખશો તો એક દિવસ કરડશે જરૂર…’ જયશંકરે હિના રબ્બાનીને હિલેરી ક્લિન્ટનનું નિવેદન યાદ અપાવ્યું

Text To Speech

અમેરિકાઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવખત આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. UNSCની ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ એપ્રોચ, ચેલેન્જ અને વે ફોરવર્ડની અધ્યક્ષતા કરતી વખતે, જયશંકરે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, આતંકવાદનું સમકાલીન કેન્દ્ર હજુ પણ સક્રિય છે.

છેલ્લા 24 કલાકમાં જયશંકરે બીજીવાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. ગુરુવારે તેમણે પાકિસ્તાનને હિલેરી ક્લિન્ટનના નિવેદનની પણ યાદ અપાવી હતી. હિલેરીએ કહ્યું હતું કે, સાપ તેને પણ કરડે છે જેઓ તેને પોતાના ઘરમાં રાખે છે. જયશંકરનું નિવેદન પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારની પ્રતિક્રિયા બાદ આવ્યું છે.

હિના રબ્બાની ખારે ભારત પર લગાવ્યો હતો આરોપ
હિના રબ્બાની ખારે તાજેતરમાં ભારત પર આતંકવાદનો આરોપ લગાવ્યો હતો. આ અંગે PTI દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું, ‘ખારે શું કહ્યું તેનો અહેવાલ મેં વાંચ્યો. મને એક દાયકા કરતાં પહેલાંની વાત યાદ આવી છે. ત્યારે હિલેરી ક્લિન્ટન પાકિસ્તાનની મુલાકાતે હતા અને હિના રબ્બાની ખાર મંત્રી હતા.

જયશંકરે કહ્યું, ‘હિલેરી ઓક્ટોબર 2011માં પાકિસ્તાન ગઈ હતી. હિલેરીએ પછી હિના રબ્બાની ખારને કહ્યું કે, જો તમે તમારા ઘરની પાછળ સાપ રાખો છો, તો તમે અપેક્ષા ન રાખી શકો કે તેઓ ફક્ત પાડોશીને જ ડંખ મારશે. તે ઘરના લોકોને પણ કરડી શકે છે. જો કે, તમે જાણો જ છો કે, પાકિસ્તાન સારી સલાહ લેવામાં માહેર નથી. તમે જોઈ શકો છો કે ત્યાં શું થઈ રહ્યું છે.

પાકિસ્તાન આતંકીઓ હબ
જયશંકરે વધુમાં કહ્યું, દુનિયા આજે પાકિસ્તાનને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. આપણે કોરોના કાળના અઢી વર્ષ પસાર કરી ચુક્યા છે, હજુ પણ લોકોની વિચારસરણીમાં ઝાંખપ છે. હું તમને ખાતરી આપું છું કે દુનિયા જાણે છે કે આતંકવાદ ક્યાં છે. તે પોતે પ્રદેશની અંદર કે બહાર આતંકવાદી ગતિવિધિઓમાં છાપ ધરાવે છે.

Back to top button