ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઓવનમાં આ વસ્તુઓને ગરમ કરશો તો થશે ભારે નુકશાનઃ જાણી લો કેમ

Text To Speech
  • બીઝી લાઈફસ્ટાઈલની સાથે ઓવન કે માઈક્રોવેવનો ઉપયોગ વધ્યો છે. ચટ મંગની પટ બ્યાહની જેમ લોકો ફટાફટ જમવાનું ગરમ કરવા માટે કે બનાવવા માટે ઓવનનો ઉપયોગ કરતા થયા છે. જો તમે પણ ઓવનનો ઉપયોગ કરી રહ્યા હો તો પહેલા તેના નુકશાન પણ જાણી લેજો

આજકાલ લોકો જમવાનું બનાવવા માટે અથવા તો ગરમ કરવા માટે ઓવન કે માઈક્રોવેવનો ઉપયોગ કરે છે. તેનાથી જમવાનું બનાવવું અને ગરમ કરવું સરળ લાગે છે. તેની ખાસિયત એ છે કે તેમાં થોડી મિનિટોમાં જમવાનું બનીને તૈયાર થઈ જાય છે. ફ્રિઝમાં રાખેલું જમવાનું ગરમ કરવા માટે ઓવનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ઓવનમાં જમવાનું ગરમ કરવું હેલ્થ માટે કેટલું ખરાબ છે. જાણો કઈ કઈ વસ્તુઓ ઓવનમાં ગરમ ન કરવી જોઈએ.

ઓવનમાં આ વસ્તુઓને ગરમ કરશો તો થશે ભારે નુકશાનઃ જાણી લો કેમ hum dekhenge news

રાંધેલા ભાત ગરમ ન કરો

મોટાભાગે લોકો રાતનું જમવાનું ફ્રીજમાં રાખી દે છે અને તેને પછીના દિવસે ગરમ કરીને ખાય છે. વધેલા ભાતના પુલાવ કે ફ્રાઈડ રાઈસ બનાવવામાં આવે છે. જ્યારે આપણે રાંધેલા ભાતને ફરી વખત ગરમ કરીએ છીએ તો તેમાં કેટલાય પ્રકારના બેક્ટેરિયા થાય છે. આ ભાતને ખાવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યા થવાની શક્યતા રહે છે.

બાફેલા ઈંડા

બાફેલા ઈંડાને ઓવનમાં ફરી વખત ગરમ ન કરો. તેનાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે. ઈંડાને ફરી વખત ગરમ કરવાથી તેમાં બેક્ટેરિયા થઈ શકે છે. આ ઈંડા ખાવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થઈ શકે છે.

ઓવનમાં આ વસ્તુઓને ગરમ કરશો તો થશે ભારે નુકશાનઃ જાણી લો કેમ hum dekhenge news

બટાકા

લગભગ આપણા દરેક શાકમાં બટાકા તો હોય જ છે. ઘણી વાર આપણે માત્ર બટાકાનું શાક બનાવીએ છીએ. એક સંશોધન મુજબ બટાકા રાંધ્યા બાદ તેને ફરી ક્યારેય ગરમ ન કરવા જોઇએ. તેને ફરી વખત ગરમ કરવાથી નુકશાન થાય છે. તેમાં ક્લોસ્ટ્રીડિયમ બોટુનલિનમ નામના બેક્ટેરિયા ઉદ્ભવે છે જે શરીરને નુકશાન પહોંચાડે છે.

મશરુમ

મશરુમ ઘણા લોકો ખાતા હોય છે, કેટલાક લોકો તેને શાક તરીકે તો કેટલાક પિત્ઝા કે સેન્ડવીચના ટોપિંગ્સ તરીકે ખાવાનું પસંદ કરે છે, પરંતુ તેને એક વખત ખાધા બાદ ફરી ખાવા માટે ફ્રીજમાં ન રાખો. મશરુમમાં મિનરલ્સ અને પ્રોટીન સારી માત્રામાં હોય છે. તેને ફરી વખત ગરમ કરવાથી પ્રોટીન નષ્ટ થઇ જાય છે. તે ઝેરીલુ બનીને પાચનક્રિયાને પ્રભાવિત કરે છે.

આ પણ વાંચોઃ શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? શું કહે છે રિપોર્ટ ?

Back to top button