બે પત્ની હશે તો કોંગ્રેસ બે લાખ રૂપિયા આપશેઃ પુર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભુરિયા
- જે પુરુષને બે પત્ની તેમને થશે બમણો ફાયદો- રતલામ લોકસભાના ઉમેદવાર કાંતિલાલ ભુરિયા
- ભાજપના માયા નરોલિયાએ વિરોધ વ્યક્ત કરીને ચૂંટણીપંચ સમક્ષ કાર્યવાહીની કરી માંગ
- કોંગ્રેસનું મેનિફેસ્ટોમાં મહાલક્ષ્મી યોજના હેઠળ ગરીબી રેખા નીચે આવતી મહિલાઓને બે લાખ રુપિયાનું વચન
મધ્ય પ્રદેશ, 10 મે: એમપીની રતલામ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભુરિયાએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભુરિયાએ ગુરુવારે એક સભામાં દાવો કર્યો હતો કે જે પણ પુરુષોને બે પત્નીઓ છે તેઓને કોંગ્રેસ “મહાલક્ષ્મી યોજના” હેઠળ બે લાખ રુપિય આપશે. આ નિવેદનથી વિવાદ ઉભો થતા કોંગ્રેસ નેતાએ પાછળથી ફેરવી તોળ્યું હતું. રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા માયા નરોલિયા વિવાદિત નિવેદનને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ સતત મહિલાઓ માટે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરીને મહિલાઓનું અપમાન કરી રહ્યાં છે.
માતૃશક્તિ દેવીશક્તિ બનીને લેશે બદલો-ભાજપ
તેમણે કહ્યું કે અમે ભૂરિયાના વાણીવિલાસની નિંદા કરીએ છીએ. પુરી માતૃશક્તિ મેદાનમાં ઉતરીને દેવીશક્તિનું સ્વરૂપ ધારણ કરીને આનો બદલો લેશે. જીતુ પટવારીએ પણ ઈમરતી દેવી વિરુદ્ધ ખોટા શબ્દો બોલ્યા હતા, તેનો પણ અમે સખત વિરોધ કર્યો હતો. આમ, માયા નરોલિયાએ કોંગ્રેસના હાઈકમાન્ડને સલાહ આપતા જણાવ્યું કે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમના નેતાઓને આ પ્રકારના શબ્દોનો ઉપયોગ ન કરવાની સલાહ આપે.
કોંગ્રેસ પાર્ટીએ આ લોકસભા ચૂંટણીમાં જાહેરાત કરી છે કે સત્તામાં આવતા તેઓ મહાલક્ષ્મી યોજના હેઠળ દરેક ગરિબ મહિલાઓને વાર્ષિક એક-એક લાખ રુપિયા આપશે. સત્તારુઢ પાર્ટી ભાજપે કોંગ્રેસ નેતાની આ વિવાદિત નિવેદનનો વિરોધ કરતા ચૂંટણી પંચને આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભુરિયા યુપીએની સરકારમાં આદિવાસી બાબતના કેન્દ્રિય મંત્રી હતા.
કાંતિલાલ ભુરિયાનું કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ
સેલાણામાં એક રેલીને સંબોધતા ભુરિયાએ કહ્યું, “અમારુ મેનિફેસ્ટો દરેક મહિલાને એક લાખ રૂપિયા આપવાનું વચન આપે છે. આ પૈસા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે વ્યક્તિને બે પત્નીઓ છે, તે બંનેને આ યોજના હેઠળ આવરી લેવાશે.” આ તકે પીસીસી ચીફ જીતુ પટવારીએ જણાવ્યું હતું કે, “ભુરિયાજીએ હમણાં જ એક જાહેરાત કરી છે કે જે પુરુષને બે પત્નીઓ હશે તેમને બમણો લાભ મળશે.
કોંગ્રેસના મેનિફેસ્ટો પ્રમાણે , મહાલક્ષ્મી યોજના હેઠળ જ્યાં સુધી મહિલાઓ ગરીબી રેખાની બહાર નથી આવતી ત્યાં સુધી તેમનેિ 8,500 રુપિયા દર મહીને મળશે. આ દરમિયાન, એમપી ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ ભુરિયાના કોન્ટ્રેવર્સિયલ સ્ટેટમેન્ટની ક્લિપ ‘X’ પોસ્ટ કરીને ચૂંટણી અધિકારી પાસે કાર્યવાહીની માંગ કરી હતી.
આ પણ વાંચો: PM મોદીનો આજે મધ્યપ્રદેશ, બંગાળ,બિહારમાં ચૂંટણી પ્રચાર: જબલપુરમાં કરશે રોડ શો