આ પરેશાની હોય તો ભૂલથી પણ ન કરો ગોળનું સેવન, ગરમીમાં પડશો બીમાર
- કેટલીક શારીરિક સમસ્યાઓમાં ગોળ ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. આયુર્વેદમાં પણ ગોળને ફાયદાકારક ગણાવ્યો છે, જો કે માત્ર તેના ફાયદાઓને ધ્યાનમાં રાખીને જ ગોળનું સેવન કરવું નુકસાનકારક બની શકે છે.
ગોળમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્ન સહિત અનેક પોષક તત્વો મળી આવે છે. ખાંડ કરતાં ગોળને એક સારો વિકલ્પ માનવામાં આવે છે. જો કે ગોળના ઘણા મોટા ફાયદા છે, પરંતુ કેટલીક શારીરિક સમસ્યાઓમાં ગોળ ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. આયુર્વેદમાં પણ ગોળને ફાયદાકારક ગણાવ્યો છે, જો કે માત્ર તેના ફાયદાઓને ધ્યાનમાં રાખીને જ ગોળનું સેવન કરવું નુકસાનકારક બની શકે છે.
આ છ તકલીફોમાં ન કરો ગોળનું સેવન
ડાયાબિટીસ
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ગોળ ખાવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગોળમાં શુગરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, તેથી તેને ખાવાથી બ્લડ સુગર વધી જાય છે. બ્લડ સુગર જાળવવા માટે, વધુ પડતો ગોળ ન ખાવાની સલાહ આપવામાં આવે છે
વજન ઘટાડવું
જો તમે વધતા વજનથી પરેશાન છો તો ગોળથી દૂર રહેવું વધુ સારું છે. ગોળમાં ઘણી બધી કેલરી હોય છે. જો ગોળ ઓછી માત્રામાં ખાવામાં આવે તો તે તમારી હેલ્થ માટે ફાયદાકારક રહેશે, પરંતુ જો તમે થોડી પણ વધુ માત્રામાં ગોળ ખાશો તો તે તમારું વજન ઓછું થવા નહીં દે.
આર્થરાઈટિસ
સાંધાનો દુખાવો, સોજો અને સંધિવાની તકલીફમાં ગોળ ખાવો પરેશાનીથી ભરેલું હોઈ શકે છે. ગોળ ખાવાથી બળતરા થઈ શકે છે. આવી સ્થિતિમાં ગોળ ખાવાનું ટાળવું જોઈએ.
કબજિયાત
જો તમે પેટ સંબંધિત સમસ્યાઓ અથવા કબજિયાતથી પરેશાન છો તો ગોળ ખાવાનું ટાળો. ગોળની પ્રકૃતિ ગરમ હોય છે અને તે પાચનની સમસ્યા વધારી શકે છે, પરિણામે કબજિયાતની સમસ્યા વધે છે. આવી સ્થિતિમાં કબજિયાતથી પીડિત લોકોએ ગોળ ખાવાનું ટાળવું જોઈએ.
કોલાઇટિસ
જો તમે અલ્સેરેટિવ કોલાઈટિસથી પરેશાન હો તો ગોળ બિલકુલ ન ખાવ. આવી વ્યક્તિઓ માટે ગોળનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે.
નાકમાંથી રક્તસ્ત્રાવ
ઘણા લોકોને ઉનાળાની ધગધગતી ગરમીમાં નાકમાંથી લોહી પડવા લાગે છે. નાકમાંથી રક્તસ્રાવથી પીડાતા લોકોએ ગોળ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેના કારણે નાકમાંથી રક્તસ્રાવની સમસ્યા વધુ વકરી શકે છે. ગોળ લોહીને પાતળું પણ કરે છે, જે આ સમસ્યાને વધારે છે.
આ પણ વાંચોઃ બાળકોને પણ હાર્ટ એટેક આવી શકે છે, જાણો તેનાથી કેવી રીતે સુરક્ષિત રહેવું?