લાઈફસ્ટાઈલહેલ્થ

જો તમને આ 7 બીમારાઓ છે તો ભૂલથી પણ ન ખાવું જોઈએ પનીર : થઈ શકે છે આડ અસર

Text To Speech

સ્વાસ્થ્ય માટે આટલું ફાયદાકારક હોવા છતાં વધુ પડતું પનીર ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. ઘરની પાર્ટી હોય કે પછી કંઈક સારું ખાવાની ઈચ્છા હોય, પનીરથી બનેલી ઘણી વાનગીઓને બધા જ લોકો પસંદ કરતા હોય છે. પનીર શાકાહારી અને માંસાહારી બંને લોકોને પસંદ છે. તેમાં માત્ર પ્રોટીન જ નહીં પણ કેલ્શિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ, ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ જેવાં ગુણો પણ હોય છે. આ સિવાય પનીરનું સેવન કરવાથી હાડકાને પણ ફાયદો થાય છે. સ્વાસ્થ્ય માટે આટલું ફાયદાકારક હોવા છતાં શું તમે જાણો છો કે વધુ પડતું પનીર ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે કયા લોકોએ પનીરનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો : શું Intermittent fasting વજન ઘટાડવાની યોગ્ય રીત છે?

ડાયેરિયા

પનીર એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. પરંતુ જો આ પ્રોટીન શરીરમાં વધારે હોય તો વ્યક્તિને ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી પીડાતા લોકોએ વધુ પડતું પનીર ખાવાનું ટાળવું જોઈએ.

બ્લડ પ્રેશર

જો તમે બ્લડ પ્રેશરના દર્દી છો તો તમારે પનીરનું સેવન ન કરવું જોઈએ. જો કે પનીરનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, પરંતુ તેનું વધુ સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે.

અપચો

જો તમને પહેલાથી જ પાચન, કબજિયાત, એસિડિટી સંબંધિત કોઈ સમસ્યા છે તો સૂતા સમયે પનીરનું સેવન ન કરો. આ સિવાય વધુ માત્રામાં પનીર ખાવાથી આવા લોકોને એસિડિટી અને ક્યારેક કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે.

ઈન્ફેક્શન

ઘણીવાર ઘણા લોકોને કાચું પનીર ખાવાનું બહુ ગમે છે. પરંતુ તમને જણાવી દઈએ કે કાચા પનીરનું વધુ પડતું સેવન કરવાથી ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે

ફૂડ પોઈઝનિંગ

જે લોકોને ફૂડ પોઈઝનિંગ થવાની સંભાવના હોય છે, તેઓએ પણ પનીરનું સેવન ટાળવું જોઈએ. પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે આ સમસ્યાને વધુ વકરી શકે છે.

હૃદય રોગ

પનીરમાં ચરબી પણ વધારે હોય છે. આવી સ્થિતિમાં તેનું વધુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલની માત્રા વધી શકે છે. જેના કારણે તમારે હૃદય સંબંધિત બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

એલર્જી

જો તમને ડેરી પ્રોડક્ટસથી એલર્જી હોય, તો તેનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ. આ સાથે, બગડેલા પનીરને કારણે તમને ત્વચાની એલર્જી થઈ શકે છે. તેથી પનીર યોગ્ય જગ્યાએથી ખરીદવાનું રાખવું જોઈએ.

જો તમે ઉપર્યુક્ત સમસ્યાઓથી પીડાવ છો, તો તમારે પનીરનું સેવન કરવાનું  ચોક્કસપણે ટાળવું જોઈએ.

Back to top button