કોઈ કામે દિલ્હી ગયા હો તો બેસ્ટ કોફી પીવા અહીં પહોંચી જજો
- રાજધાની દિલ્હીમાં ઘણી અદ્ભુત જગ્યાઓ છે, જ્યાં તમે વર્લ્ડ ક્લાસ કોફીનો સ્વાદ માણી શકો છો. જો તમે દિલ્હી ગયા હો તો આ બેસ્ટ કોફી પીવાનું રખે ચૂકતા
HD ન્યુઝ ડેસ્કઃ દિલ્હીના લોકો ખાવા-પીવાની બાબતમાં દરેકને પાછળ છોડી દે છે. આજે આપણે ખાવાની નહીં પણ પીવાની વાત કરી રહ્યા છીએ અને એ પણ બેસ્ટ કોફી. રાજધાનીમાં ઘણી અદ્ભુત જગ્યાઓ છે, જ્યાં તમે વર્લ્ડ ક્લાસ કોફીનો સ્વાદ માણી શકો છો. જોકે તમે આલ્કોહોલ પીધા બાદ આ જગ્યાઓએ ન જાવ એ વધું સારું. જાણો દિલ્હીની પાંચ શ્રેષ્ઠ કોફી શોપ વિશે
BBR કોફી (BBR Coffee)
દક્ષિણ દિલ્હીના સિરી ફોર્ટ રોડ પર આવેલી BBR કોફી બ્રિટિશ યુગથી કોફી પીરસી રહી છે. અહીં તમે કોફીની સાથે ચીઝ સેન્ડવિચ, ચિકન કટલેટ સહિત અનેક ખાદ્ય ચીજોનો આનંદ લઈ શકો છો. અહીંની જીંજર ફિઝ કોલ્ડ બ્રુ કોફી અને વિયેતનામી કોફી પણ અજમાવી શકો છો, કારણ કે તેની સૌથી વધુ માંગ છે.
કાફ્ફા કેરેડો (Kaffa Cerrado)
ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શ્રેષ્ઠ કોફી શોપ વિશે વાત કરીએ તો, કાફકા કેરેડોનું નામ આ યાદીમાં સૌથી ઉપર આવે છે. અહીં દરેક પ્રકારની કોફી પીવા મળી જશે. અહીંનું વાતાવરણ એટલું શાંત છે કે કોફીની પહેલી ચુસ્કી લેતા જ તમે આનંદની દુનિયામાં ખોવાઈ જશો. તમારે એકવાર અહીં આવીને કોફીનો સ્વાદ માણવો જોઈએ.
એલ્મા બેકરી (Elma Bakery)
દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાં આવેલી એલ્મા બેકરી પણ કોફીના શોખીનો માટે પ્રિય જગ્યા છે. આ કેફેની સજાવટથી તમે મોહિત થઈ જશો. જે થોડો ઘણો હોશ બચ્યો હશે તે કોફીની પહેલી ચૂસકી લેતાની સાથે જ તે ગુમાવી બેસશો. ખાસ કરીને અહીંની આઈસ કોફી અને મોચા કોફી સૌથી ફેમસ છે.
કેફે ટેસૂ (Cafe Tesu)
દિલ્હીના શ્રી અરબિંદો માર્ગ પર આવેલા કેફે ટેસુમાં પણ કોફી પ્રેમીઓનો જમાવડો થાય છે. વિદેશી મહેમાનો પણ અહીં કોફીનો સ્વાદ લેવા તૂટી પડે છે. કોફી ઉપરાંત, તમે અહીં ઘણી મનપસંદ વાનગીઓનો સ્વાદ પણ લઈ શકો છો. આ એક એવી જગ્યા છે જ્યાં એક કોફી તમને સંતુષ્ટ નહીં કરે અને તમને ફરીથી ઓર્ડર કરવાની ફરજ પડશે જ.
થર્ડ વેવ કોફી (Third Wave Coffee)
જો તમે આ થર્ડ વેવ કોફી શોપની કોફીનો સ્વાદ માણશો, તો તમે પણ આ જગ્યાને ક્યારેય ભૂલી શકશો નહીં. આ સ્થળ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં આવેલું છે. જો તમે કોફીનો અનોખો સ્વાદ માણવા માંગતા હો, તો તમારે એકવાર આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
આ પણ વાંચોઃ બેચલર પાર્ટી કરવા હજુ જગ્યા ફાઈનલ નથી થઈ? તો અહીં ખાસ જાવ