ઘરમાં AC હોય તો ચેતી જજો! ઓવરહિટના કારણે AC બ્લાસ્ટ થતાં પતિ-પત્નીનું મૃત્યુ
- શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
HD ન્યૂઝ ડેસ્ક, 18 જૂન, પ્રચંડ ગરમીથી કંટાળી લોકો સતત ACનો ઉપયોગ કરાતા હોય છે. જેના કારણે ઘણી વખત AC ઓવરહિટ થવાને લીધે બ્લાસ્ટ થઈ જય છે. આવો જ એક બનાવ રાજસ્થાનના જયપુરના એક ઘરમાં બન્યો છે. અંહી બંને પતિ-પત્ની એસી ચાલુ રાખીને સૂઈ રહ્યા હતા, તે દરમિયાન રૂમનું એસી ફાટ્યું અને આગ લાગી. જેના કારણે રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો હતો જેના કારણે બંનેના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા હતા.
ધુમાડાના કારણે બંનેના શ્વાસ રૂંધાઈ ગયા
કાળઝાળ ગરમીમાં એસી જીવલેણ સાબિત થઈ રહ્યું છે. જેમાં રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ઘરમાં AC ફાટવાથી પતિ-પત્નીનું મૃત્યુ થયું છે. આ ઘટના જયપુરની છે. દંપતીનું નામ પરવીન વર્મા અને તેની પત્નીનું નામ રેણુ છે. પતિ ઇન્ટિરિયર ડિઝાઇનર છે જ્યારે તેમની પત્ની રિટાયર્ડ બેંક મેનેજર છે. દંપતી એસી ચાલુ રાખીને સૂઈ રહ્યા હતા, તે દરમિયાન રૂમનું એસી ફાટ્યું અને આગ લાગી હતી. જેના કારણે રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે બંનેના શ્વાસ રૂંધાવાથી બંને પતિ-પત્નીનું મૃત્યુ થયું હતું. જ્યારે બચાવકર્મીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે તે બેડ પાસે બેભાન અવસ્થામાં પાડ્યા હતા. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આ ઘટના બનતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દંપતીને મદદ કરે તે પહેલા જ ધુમાડાના કારણે બંનેના શ્વાસ રૂંધાઈ ગયા હતા.
રૂમમાં પતિ-પત્ની બેભાન હાલતમાં મળી આવ્યા
સ્થાનિક લોકોએ આગ જોઈને ફાયર વિભાગને જાણ કરી હતી. આ પછી ઘટનાસ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ ઘરની બારીઓ તોડી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે જ પતિ-પત્ની બેડ પાસે બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે તેમને આ મામલાની જાણ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.
આ પણ વાંચો..બિહારમાં કરોડોના ખર્ચે બનાવેલો પુલ તૂટી પડ્યો, જૂઓ વીડિયો