ટ્રાવેલટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ગરમીમાં ફરવાનો પ્લાન હોય તો અપનાવો આ ટ્રાવેલ ટિપ્સઃ તકલીફ નહીં પડે

Text To Speech
  • જો તમે ગરમીના દિવસોમાં ટ્રાવેલ કરી રહ્યા હો તો થોડુ સાચવજો
  • ગરમીમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે પાણીની બોટલ સાથે રાખો
  • સમરમાં કોટન કપડા પહેરો, શરીર કુલ રહેશે.

ગરમીના દિવસો અકળાવનારા હોય છે. આ સીઝનમાં આપણને ઘરની બહાર નીકળવાનું મન થતુ નથી. આ સીઝનમાં પેટ, માથુ અને શરીરમાં દુઃખાવાની ફરિયાદ રહે છે. બપોરના સમયે આળસ આવે છે. સુવાનું મન થાય છે. આજ સીઝન વેકેશનની પણ હોય છે, તેથી ઘણા લોકો આ દિવસો દરમિયાન ફરવાનો પ્લાન બનાવે છે. તો કેટલાક લોકોને ઓફિસના કામ માટે પણ ટ્રાવેલ કરવુ પડતુ હોય છે. જો તમે પણ આ દિવસોમાં ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો આ ટ્રાવેલ ટિપ્સ અપનાવો. ગરમીની સીઝનમાં આ ટિપ્સ અપનાવીને તમે ટ્રાવેલ કરશો તો તમને તકલીફ નહીં પડે. સાથે સાથે તમારી ટ્રિપ સારી રીતે પુરી થશે.

ગરમીમાં ફરવાનો પ્લાન હોય તો અપનાવો આ ટ્રાવેલ ટિપ્સઃ તકલીફ વિના ટ્રિપ થશે પુરી hum dekhenge news

હાઇડ્રેટેડ રહો

ગરમીની સીઝનમાં ડિહાઇડ્રેશનની સમસ્યા કોમન છે. તેથી એ સુનિશ્ચિત કરો કે તમે દિવસભર ખૂબ જ પાણી પીશો. આ ઉપરાંત ડાયેટમાં લિક્વિડ ડ્રીંક્સને પણ સામેલ કરો. ટ્રિપ દરમિયાન સાથે પાણીની બોટલ રાખો. વધુ કેફિન-આલ્કોહોલના સેવનથી બચો.

શરીરને કુલ રાખો

ગરમીની સીઝનમાં આરામદાયક કપડાં પહેરો. ઢીલા, હળવા કપડા પહેરવાથી શરીરને શ્વાસ લેવામાં મદદ મળે છે. ફરવા દરમિયાન ખુદને કુલ રાખવાની કોશિશ કરો.

ગરમીમાં ફરવાનો પ્લાન હોય તો અપનાવો આ ટ્રાવેલ ટિપ્સઃ તકલીફ વિના ટ્રિપ થશે પુરી hum dekhenge news

મોસ્કિટો રિપેલેન્ટ સાથે રાખો

ગરમીના મહિનાઓમાં મચ્છરોનો આતંક ચાલુ થઇ જાય છે. આ સીઝનમાં ખુદને મચ્છરથી બચાવવા માટે મોસ્કિટો રિપેલેન્ટનો ઉપયોગ કરો. ખુદને બચાવવા માટે કોટનના ફુલ કપડા પહેરો.

દવાઓ સાથે રાખો

ટ્રાવેલિંગ દરમિયાન તમારી સાથે દવાઓની કિટ જરુર રાખો. આ કિટમાં તમામ જરૂરી દવાઓ રાખો. માથાનો દુખાવો, તાવ, ખાંસી, ઉલ્ટીની દવાઓ ખાસ સાથે રાખો. જેથી ઇમરજન્સીમાં તકલીફ ન થાય. આસપાસની હોસ્પિટલના કોન્ટેક્ટ પણ રાખો.

આ પણ વાંચોઃ Ladies, તમારી હેલ્થ માટે જરૂરી છે આ પાંચ સપ્લિમેન્ટ્સઃ આજથી શરૂ કરો

Back to top button