બિઝનેસ

500ની નોટને લઈને મેસેજ થઈ રહ્યો છે વાયરલ, જોઈ લેજો તમારા ખિસ્સામાં તો નકલી નોટ નથી ને?

Text To Speech

જો તમારી પાસે 500 રૂપિયાની ચલણી નોટ છે, તો તેને એક કે બે વાર તપાસ જો. બની શકે કે તે નોટ નકલી હોય. હકીકતમાં, 500 રૂપિયાને લઈને એક મેસેજ માર્કેટમાં વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 500 રૂપિયાની નોટ જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષરની નજીક નથી પરંતુ ગાંધીજીની તસવીરની નજીક છે, તે નોટ નકલી છે. વાયરલ મેસેજ મુજબ, “500 રૂપિયાની નોટ સ્વીકારશો નહીં જેમાં RBI ગવર્નરના હસ્તાક્ષરની નજીક લીલી પટ્ટી હોયનો મેસેજ બે ત્રણ દિવસથી ખુબ વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે આ અંગે સત્ય બહાર આવ્યુ છે.

શું છે મેસેજનું સત્ય ?

પીઆઈબી ફેક્ટ ચેકે આ મેસેજ વિશે ટ્વિટ કર્યું છે. પીઆઈબીના કહેવા પ્રમાણે, લીલી પટ્ટી નોટ પર વાઈરલ થઈ રહેલ મેસેજ ખોટો છે. આથી આરબીઆઈના જણાવ્યા અનુસાર બંને નોટો માન્ય છે.

આ પણ વાંચો: RBIએ રેપો રેટમાં વધારો કરતા જાણો કેટલી મોંઘી થશે તમારી હોમલોન? મહિને કેટલો EMI આવશે?

વાસ્તવિક અને નકલી નોટો કેવી રીતે ઓળખવી

આરબીઆઈએ કોઈપણ નોટને ઓળખવા માટે 17 ઓળખ ચિહ્નો આપ્યા છે, જેના આધારે તમે અસલી અને નકલી નોટ વચ્ચે તફાવત કરી શકો છો. અહીં અમે 500 રૂપિયાની અસલ નોટને ઓળખવા માટેના કેટલાક મુદ્દાઓ જણાવી રહ્યા છીએ.

  • લાઈટની સામે રાખવામાં આવતા નોટ પર 500 લખેલુ દેખાશે
  • મધ્યમાં મહાત્મા ગાંધીની તસવીર છે.
  • ભારત અને ઈન્ડીયા લખેલા અક્ષરો દેખાશે.
  • જ્યારે નોટને સહેજ વળાંક આપવામાં આવે ત્યારે સિક્યોરીટી થ્રેડનો રંગ લીલાથી વાદળી થઈ જાય છે.
  • હવે ગવર્નરની સહી, ગેરંટી કલમ, વચન કલમ અને આરબીઆઈનો લોગો નોટની જમણી બાજુ ખસેડવામાં આવ્યો છે.
  • મહાત્મા ગાંધીનો ફોટો અને ઈલેક્ટ્રોટાઈપ વોટરમાર્ક દેખાશે.
  • ઉપરની ડાબી બાજુની સંખ્યા અને તળિયે જમણી બાજુની સંખ્યા ડાબેથી જમણે વધે છે.
  • 500નો રંગ જ્યારે નોટને સહેજ વળાંક આવે છે ત્યારે બદલાઈ જાય છે.
  • અશોક સ્તંભ જમણી બાજુ છે.
  • નોટ છપાયાનું વર્ષ લખેલુ હોય છે.
Back to top button