ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

મહેમાન બનીને કોઈના ઘરે જાવ તો ન કરતા આ ભૂલ, યજમાન થશે ઈરિટેટ

  • મહેમાન બનીને કોઈના ઘરે જાવ ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું, નહિ તો સામે વાળાને થશે ‘અતિથિ તુમ કબ જાઓગે?’

HD ન્યુઝ ડેસ્કઃ હિંદુ ધર્મમાં મહેમાનો માટે ‘અતિથિ દેવો ભવ’ કહેવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઈના ઘરે ગયા પછી બેઝિક મેનર પણ ભૂલી જાઓ. ઘણી વખત લોકો ઘરે મહેમાન બનીને જાય છે, પરંતુ સાવ નોર્મલ બિહેવિયર પર કન્ટ્રોલ કરી શકતા નથી. જેના કારણે યજમાનને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે તમને નેક્સ્ટ ટાઈમ પોતાના ઘરે આમંત્રિત કરવાનું પણ ટાળે છે. આજના વ્યસ્ત જીવનમાં લોકો પાસે સમય નથી અને ઘરે પાર્ટીઓ પણ કરી લે છે. તેથી તમારી કેટલીક વર્તણુંક યજમાનને મુશ્કેલીમાં મૂકી શકે છે. સાંભળવામાં ભલે અજીબ લાગે, પરંતુ તમારી હરકતો સામેવાળી વ્યક્તિ માટે તકલીફ ઉભી કરી શકે છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

અલગથી ખાવા પીવાની વસ્તુઓની માંગણી કરવી

ઘણા લોકો તેમના ઘરે પાર્ટીઓ કરવાનું પસંદ કરતા હોય છે. જો બધા મહેમાનો ચા અથવા કોફી જેવી જ વસ્તુ પીવા માટે તૈયાર હોય, તો પછી તમારા માટે કંઈ ખાસ માંગશો નહીં. તમારી આવી ડિમાન્ડ યજમાન માટે ટાઈમ ટેકિંગ હોઈ શકે છે અને માત્ર એક વ્યક્તિ માટે કંઈક બનાવવામાં તે વ્યક્તિનો વધુ સમય પણ ખર્ચાઈ શકે છે. આતિથ્યભાવના ચક્કરમાં સામેવાળી વ્યક્તિ પાર્ટીની મજા પણ માણી શકતી નથી. તેથી મહેમાન બનીને ગયા હો ત્યારે એવી જ વસ્તુઓ ખાઈ-પી લેજો જે લોકો માટે બની છે.

મહેમાન બનીને કોઈના ઘરે જાવ તો ન કરતા આ ભૂલ, યજમાન થશે ઈરિટેટ hum dekhenge news

સર્વ ફૂડ કે ડ્રિંકને ખાલી કરાવવું

ઘણીવાર એવા મહેમાનો ઘરમાં આવે છે જે સર્વ ફૂડ કે ડ્રિંકને અડધું ખાલી કરાવ્યા વગર માનતા નથી. જો તમને પણ એવી આદત છે તો તેને તરત જ બદલી નાખો. કારણ કે કોઈ યજમાનને આ આદત પસંદ પડતી નથી. ઘણી વાર મહેમાનોની જીદ યજમાન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ઘરના ઉંબરે ઊભા ઊભા વાત કરવી

જો તમે એવા મહેમાનોના લિસ્ટમાં છો જેઓ ઘરની બહાર ગેટ, લિફ્ટ કે મેઈનડોર પર ઉભા રહે છે અને અડધો કલાક વાત કરે છે. તો તમારી આ આદતને પણ બદલી દો. તમારા મહેમાન તમને જ્યારે ઘરમાંથી વિદાય આપતા હોય ત્યારે તેઓ તમને ખરેખર વિદાય આપી ચૂક્યા છે. આવા સમયે ‘ટાટા-બાય’ કહીને નીકળી જાવ. ઘણા યજમાનો ગેટ પર ઉભા રહીને વાત કરતા રહે છે. આ વાત યજમાનને ઈરિટેટિંગ લાગી શકે છે

બોલાવ્યા ન હોય તેવા મહેમાનને સાથે લઈ જવા

જો કોઈએ ઘરે નાની પાર્ટી આપી હોય અને તમને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હોય તો તમારી સાથે કોઈ મિત્ર કે પરિચિતને ન લઈ જાવ. આવું કરવું પણ સામે વાળી વ્યક્તિને ઈરિટેટ કરી શકે છે.

ખાલી હાથે જવું

કોઈના ઘરે ખાલી હાથે જવું એ પણ બેઝિક એટિકેટની કમી દર્શાવે છે. જો તમે ક્યાંક મહેમાન બનીને આવ્યા છો, તો તમારી સાથે એક નાનકડી ગિફ્ટ ચોક્કસ લઈ જાઓ. જે યજમાનને આપી શકાય.

આ પણ વાંચોઃ Washing Hacks: વોશિંગ મશીનમાં આ 5 કપડાંને ધોવાની ભૂલ ન કરો

Back to top button