ટ્રાવેલટ્રેન્ડિંગ

ગ્વાલિયર ફરવા જાવ તો આ જગ્યાઓની ખાસ લેજો મુલાકાત

  • મધ્યપ્રદેશનું ગ્વાલિયર પ્રવાસન માટે જાણીતું છે. અહીં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી અનેક જગ્યાઓ જોવા લાયક છે, જો તમે પણ ગ્વાલિયર જવાનો પ્લાન કરી રહ્યા હો તો આ જગ્યાઓએ ખાસ જજો

મધ્યપ્રદેશનું ગ્વાલિયર શહેર ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ છે. એક સમયે આ સ્થળ સિંધિયા શાહી પરિવારની રાજધાની હતી. ગ્વાલિયરમાં ઘણા પ્રવાસન સ્થળો છે જ્યાંની મુલાકાત કોઈપણ માટે યાદગાર બની શકે છે. સિંધિયા રાજવંશનો જય વિલાસ પેલેસ હોય કે તાનસેનનો મકબરો, અહીંની ફેમિલિ વિઝિટ તમને ખૂબ જ સુંદર યાદો આપી શકે છે. જો તમે પણ એમપીનું ગ્વાલિયર શહેર જોવા ઈચ્છતા હો તો તમારી મુલાકાત લેવાના સ્થળોની યાદીમાં બનાવો. સૂર્ય મંદિર , સાસુ-વહુ મંદિર સહિત 5 સ્થળોની મુલાકાત ખાસ લેજો .

ગ્વાલિયરમાં જોવાલાયક સ્થળો

ગ્વાલિયર ફરવા જાવ તો આ જગ્યાઓની ખાસ કરજો સફર hum dekhenge news

ગ્વાલિયરનો કિલ્લો

ગ્વાલિયરનો કિલ્લો ભારતના સૌથી વિશાળ અને પ્રભાવશાળી કિલ્લાઓમાંનો એક છે. તે એક પહાડી પર સ્થિત છે અને તેમાં ઘણા મહેલો, મંદિરો અને અન્ય બાંધકામો છે. કિલ્લાનું બાંધકામ 8મી સદીમાં શરૂ થયું હતું અને તે સદીઓથી ઘણા રાજવંશોનું ઘર છે.

તાનસેનની સમાધિ

મહાન સંગીતકાર તાનસેન તે સમયે મોગલ સમ્રાટ અકબરના દરબારમાંના નવ રત્નોમાંના એક હતા. તેમની સમાધિ ગ્વાલિયર કિલ્લાના પરિસરમાં આવેલી છે અને તે એક લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે. સંગીત સમ્રાટ તાનસેનની યાદમાં તેમની સમાધિ પાસે પ્રતિવર્ષ સંગીત સમારંભનું આયોજન થાય છે.

સાસ-બહુ મંદિર

આ મંદિર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે. તે 8મી સદીનું છે અને તેની સુંદર કોતરણી અને સ્થાપત્ય માટે જાણીતું છે. તે સહસ્ત્રબાહુ મંદિર તરીકે પણ જાણીતું છે. આ મંદિરના નામ પાછળ અનેક કથાઓ છે. આ ટ્વિન મંદિર છે, જેમાં એક મંદિર મોટું છે અને બીજું નાનું છે તો તે સાસ-બહુ મંદિર તરીકે ઓળખાય છે. 11મી સદીના સ્થાપકે એક મંદિર માતા માટે અને બીજું પત્ની માટે બનાવડાવ્યું હોવાની પણ વાત છે. આ મંદિર સંબંધોનું સૂચક છે. તેની પાછળ ખૂબ મોટો ઈતિહાસ છે.

જય વિલાસ પેલેસ

આ મહેલ 19મી સદીમાં સિંધિયા રાજવંશ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે એક ભવ્ય મહેલ છે, જે યુરોપિયન અને ભારતીય વાસ્તુકળાનું મિશ્રણ છે. આ મહેલને જોઈને કોઈપણ વ્યક્તિ જોયા જ કરે તેવી તેની કારીગરી છે.

સૂર્ય મંદિર

ગ્વાલિયરનું સૂર્ય મંદિર એ ભગવાન સૂર્યને સમર્પિત પ્રાચીન હિન્દુ મંદિર છે. તે 8મી સદીનું છે અને તેની વિશાળ સૂર્ય પ્રતિમા માટે જાણીતું છે. મંદિર લાલ રેતીના પથ્થરથી બનેલું છે અને તેની દિવાલો અને છત પર સુંદર કોતરણી કરેલી છે.

આ પણ વાંચોઃ અનંત અંબાણીએ અક્ષય કુમારના ઘરે જઈને આપ્યું લગ્નનું આમંત્રણ, અજય પણ આમંત્રિત

Back to top button