થોડી એક્સર્સાઇઝથી થાકી જતા હો તો ખાવ આ સ્ટેમિના વધારતા ફુડ
- શરીરમાં સ્ટેમિના જાળવી રાખવો ખૂબ જરૂરી છે
- સ્ટેમિના વધારવા માટે ફક્ત એકસર્સાઇઝ વધારવાથી કામ નહીં ચાલે
- કેટલાક ફુડ શરીરનો સ્ટેમિના અને એનર્જી વધારી શકે છે
ક્યારેક કોઇ વ્યક્તિ ચાર સીડી ચઢે અને થાકી જાય છે. કોઇક વ્યક્તિ થોડીક એક્સર્સાઇઝ પણ કરી શકતી નથી. થોડુ ચાલવામાં પણ હાંફી જવાય છે. આ બધા લક્ષણો શરીરમાં સ્ટેમિનાની કમીના છે. ઘણી વખત અમુક લોકોનું શરીર ખુબ ઝડપથી થાકી જતુ હોય છે તો કેટલાક લોકો લોંગ ટાઇમ સુધી થાકતા નથી. આ માટે એક્સર્સાઇઝ વધારવાની સાથે સાથે સ્ટેમિના વધારવાની પણ જરૂર છે. આ માટે વ્યક્તિએ સ્ટેમિના વધારતા ફુડ્સ લેવા પડશે. આ ફુડ્સ તમારા શરીરની તાકાત વધારવાની સાથે સાથે તમારી શારિરીક શ્રમ કરવાની કેપેસિટી પણ વધારશે.
કેળા
કેળામાંથી તમને જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ સરળતાથી મળી રહે છે. તે તમને ઇનસ્ટન્ટ એનર્જી પણ આપે છે. એક્સર્સાઇઝ બાદ પણ કેળા તમારા થાકને છુમંતર કરી શકે છે. તમે વજન ઘટાડવા ઇચ્છતા હો કે મસલ્સ બનાવવા, બંને કામમાં કેળા તમારી મદદ કરશે. તેથી ડાયટમાંથી તેને સ્કિપ કરવાની ભુલ ન કરશો.
કિનોઆ
કિનોઆ સલાડ બનાવી લો અથવા તો ઉપમા. શાકભાજીમાંથી ભરપુર હોલ ગ્રેનને ડાયટમાં જરૂર સામેલ કરો. તે શરીરનો સ્ટેમિના વધારવામાં મદદ કરશે. જે લોકોને ક્રોનિક ડિસીઝ છે તેમના માટે પણ કિનોઆ ફાયદાકારક છે. પ્રોટીન રિચ કિનોઆ ખાવાથી એનર્જી મળે છે. જે ઘણા સમય સુધી રહે છે. તેમાંથી જરૂરી ન્યુટ્રિશન પણ મળે છે.
દાળ
મગ દાળ હોય કે ચણા દાળ. તેમાં હાઇ ફાઇબર, પ્રોટીન અને આયરન હોય છે. તે થાકને દુર કરવાની સાથએ સ્ટેમિના વધારે છે. દાળને પ્રોટિન અને ન્યુટ્રિશનનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. મોટાભાગના ઘરમાં અડદ, મગ અને ચણાની દાળ ખાવામાં આવતી હોય છે. તે ખાધા બાદ તમે મોડે સુધી એક્સર્સાઇઝ કરી શકો છો.
નટ્સ એન્ડ સીડ્સ
બદામ, અખરોટ, ચિયા સીડ્સ અને અળસીના બી સ્ટેમિના વધારવામાં મદદ કરે છે. તેમાં હેલ્ધી ફેટ અને પ્રોટીન હોય છે. તે એનર્જીને બુસ્ટ કરવાની સાથે સાથે તેને ટકાવી પણ રાખે છે. બદામ, કાજુ, પિસ્તા, અખરોટ, કિશમિશ જેવા ડ્રાયફ્રુટ્સ અને નટ્સને મિક્સ કરીને રાખી લો. તમે કોઇ પણ સમયે નાસ્તામાં થોડા મિક્સ્ડ ડ્રાયફ્રુટ્સ ખાઇ શકો છો. તેનાથી તમારુ મીઠાનું ક્રેવિંગ પણ સંતોષાશે અને તમને કંઇ અનહેલ્ધી ખાવાનું મન પણ નહીં થાય. તે તમને એનર્જી આપવામાં મદદ કરશે.
આ પણ વાંચોઃ ટામેટાં તિજોરીમાં મુકવા પડે એવી હાલત ! સુરતમાંથી ટામેટા ચોર ઝડપાયો