દુનિયામાં નવા વર્ષની ઉજવણી 31 ડિસેમ્બરે કરવામાં આવે છે. તેવામાં હવે ગુજરાતમાં પણ ટ્રેન્ડ બની ગયો છે. જેમાં યુવાનો ખાસ કરીને નશાના રવાડે ચઢી ગયા છે. તેમાં 31 ડિસેમ્બરની રાતે ઘણા યુવાનો નશો કરી રોડ પર ઝૂમતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પ્રથમ વખત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરત: કારીગરે રૂપિયાની લેતી-દેતીમાં 3 માલિકોની હત્યા કરી, જુઓ વીડિયો
સેમ્પલ સ્પેશ્યલ કીટ દ્વારા ચેક કરવામાં આવશે
શકમંદોને ઝડપી લઇ તેમના સેમ્પલ સ્પેશ્યલ કીટ દ્વારા ચેક કરવામાં આવશે. જેનાથી પોલીસને તુરંત ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ. હાલમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા પોલીસના જવાનોને ડ્રગ્સની કિટનો વપરાશ કઇ રીતે કરી શકાય તેના માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ભાજપની જીતનો શ્રેય પેજ કમિટી બનાવનાર સી.આર.પાટિલને: અમિત શાહ
રૂપિયા 50 લાખની કિંમતની કિટ ખરીદવામાં આવી
જે લોકોએ ડ્રગ્સનો નશો કર્યો હશે તેને સ્થળ પર જ ચકાસીને ઝડપી લેવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 31st ડિસેમ્બરે ડ્રગ્સનો નશો કરીને નવા વર્ષની ઉજવણી કરવા માટે કેટલાક તત્વો અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે. ડ્રગ્સની બદીને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે ત્યારે હવે ડ્રગ્સનો નશો કરનાર વ્યક્તિને ઝડપી લેવા માટે રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયાની સીધી સૂચનાથી રૂપિયા 50 લાખની કિંમતની કિટ ખરીદવામાં આવી છે. આ કીટના માધ્યમથી નશો કરનાર વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યુ છે કે કેમ તે અંગે પોલીસને તુરંત જાણકારી મળી જશે. ઉપરાંત આ વ્યક્તિ ક્યાંથી ડ્રગ્સનું સેવન કર્યુ છે તેની તપાસ કરીને પોલીસ ડ્રગ્સ પેડલર સુધી પણ પહોંચી શકશે.
આ પણ વાંચો: નડિયાદમાં BSF જવાનની દિકરી વીડિયો બનાવનારા નરાધમે મોતનો ખેલ ખેલ્યો
ડ્રગ્સનું સેવન કરનારાને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવ રાખવામાં આવશે
આ કિટથી ડ્રગ્સનો નશો કરનારા કોઇ પણ વ્યક્તિને ઝડપી પાડવા માટે પોલીસે લાંબી પ્રોસેસની કે બ્લડ ટેસ્ટ કરાવીને તેના રીપોર્ટની રાહ જોવી નહીં પડે પરંતુ સ્થળ પર જ ડ્રગ્સનું સેવન કરનારને આ કીટના માધ્યમથી ઝડપી પાડવામાં આવશે. રાજ્યના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત શહેર પોલીસ દ્વારા 31st ની રાત્રે ડ્રગ્સનું સેવન કરનારાને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવ રાખવામાં આવશે.