આમાંથી કોઇ પણ સંકેત મળે તો સમજી લેજો કે આવી રહ્યા છે સારા દિવસો
નીમ કરોલી બાબા એક ચમત્કારી બાબાના રૂપમાં લોકોની વચ્ચે પ્રિય હતા. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના અકબરપુર ગામમાં વર્ષ 1900ની આસપાસ થયો હતો. તેમના ભક્તો તેમને હનુમાનજીનો અવતાર માનતા હતા. નીમ કરોલી બાબા અત્યંત સરળ સ્વભાવના વ્યક્તિ હતા. આજે પણ તેમના ચમત્કારોના કિસ્સા લોકોની જીભે જોવા મળે છે. નીમ કરોલી બાબાએ માણસના સારા દિવસો શરૂ થાય તે પહેલા તેના અદ્ભુત સંકેતો જણાવ્યા હતા. જો તમને પણ આવા સંકેતો મળતા હોય તો તમે પણ જાણી લેજો કે તમારા સારા દિવસો હવે શરૂ થઇ રહ્યા છે.
સપનામાં પિતૃઓના દર્શન
સપનામાં પિતૃઓના દર્શન થવા કોઇ સાધારણ બાબત નથી. પિતૃઓનુ સપનામાં આવવુ સારો સમય શરૂ થવાનો સંકેત છે. જે લોકોને સપનામાં પિતૃઓ આવે છે તેઓ ખુબ જ ભાગ્યશાળી હોય છે. પિતૃઓ સારી મુદ્રામાં દેખાય તે પણ જરૂરી છે. જેમકે પિતૃઓ હસતા હોય, ખુશ હોય અથવા આશીર્વાદ આપી રહ્યા હોય કે પછી અન્ય પ્રસન્ન મુદ્રામાં હોય.
પશુ પક્ષી
જો તમારા જીવનમાં તમે કોઇ કઠિન સમયનો સામનો કરી રહ્યા છો અથવા ખુબ અસમંજસમાં છો અને ત્યારે પશુ-પક્ષી તમને દેખાય છે, તેઓ તમાા દ્વાર પર આવે છે તો તે શુભ સંકેત છે. જો ગોરૈયા કે ચકલી તમારા ઘરમાં પ્રવેશે છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ દુર થવાના સંકેત. તે જીવનમાં સકારાત્મક બદલાવ લાવે છે.
ભક્તિ દરમિયાન આંખમાં આંસુ
ઘણી વખત મંદિરમાં જતા લોકોની આંખમાં આંસુ આવે છે. ઇશ્વરની ભક્તિમાં લીન લોકોની આંખમાં આંસુ નીકળવા લાગે છે. ઇશ્વર સાથે એક ખાસ પ્રકારનું જોડાણ મહેસુસ થાય છે. તે એ વાતનો સંકેત છે કે ઇશ્વરે ખુદ તમને બોલાવ્યા છે. ઇશ્વર ઇચ્છે છે કે તમે મંદિર જાવ, તેના દર્શન કરો, પુજા પાઠ કરો. આવુ હંમેશા ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ ખુબ જ પરેશાન હોય છે અને તેને મુસીબતમાંથી બહાર આવવાનો કોઇ રસ્તો દેખાતો ન હોય.
સાધુ સંતોના દર્શન
જો તમને સાધુ સંતોના દર્શન થાય તો સમજી લો કે તમારી સુતેલી કિસ્મત ખુબ જલ્દી બદલાવાની છે. તેને ઇશ્વર દ્વારા મોકલેલા દેવદુત માનવામાં આવે છે. તે તમારા જીવનને એક નવી દિશા પ્રદાન કરે છે. તમને જે સમસ્યાઓએ ધેરી લીધા છે તે ખુબ જલ્દી ટળે તેવા સંકેત છે. જો તમારુ મન સાધુ સંતોની તપ ભુમિ પર જવાનું છે તો તે પણ એક સારો સંકેત માની શકાય.
આ પણ વાંચોઃ આટલો ઘંમડી છે રણબીર કપૂર ? ગુસ્સામાં ફેંક્યો ફેન્સનો ફોન, વાયરલ વીડિયોનું શું છે Truth