ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષ

પેરેન્ટીંગના આ નિયમો અનુસરસો તો બનશો બાળકો માટે સ્ટાર પેરેન્ટ્સ

તમે કેવી રીતે તમારા બાળકનો ઉછેર કરો છો તેની પર તેનો આધાર હોય છે કે વયસ્ક બનીને એ બાળક કેવુ બનશે. તમારા ઉછેરની અસર તેના વ્યવહાર પર પડે છે. દરેક પેરેન્ટ્સની પોતાના બાળકોને ઉછેરવાની રીત અલગ હોય છે. મોટાભાગના માતાપિતા પેરેન્ટિંગ સ્ટાઇલને મિક્સ કરીને અથવા તો બીજાનુ અનુકરણ કરીને બાળકોનો ઉછેર કરે છે. કેટલાક માતા પિતા એક જ પ્રકારની પેરેન્ટિંગ સ્ટાઇલને ફોલો કરવાનું પસંદ કરે છે. તમે જે રીતે તમારા બાળક સાથે વાત કરો છો, જે રીતે તેને મોટુ કરો છો, તમારુ કલ્ચર અને વેલ્યુ બાળકને પ્રભાવિત કરે છે. અહીં કેટલીક ખાસ પેરેન્ટિંગ સ્ટાઇલ અંગે જણાવવામાં આવ્યુ છે.

પેરેન્ટીંગના આ નિયમો અનુસરસો તો બનશો બાળકો માટે સ્ટાર પેરેન્ટ્સ hum dekhenge news

કેટલા પ્રકારની હોય છે પેરેન્ટિંગ સ્ટાઇલ

પેરેન્ટીંગ સ્ટાઇલ ચાર પ્રકારની હોય છે. ઓથોરિટેરિયન, ઓથો રિટેટિવ, પરમિસિવ અને અનઇન્વોલ્વ્ડ પેરેન્ટિંગ. ઓથોરિટેરિયન પેરેન્ટિંગમાં માતા પિતા બાળકોનો ઉછેર અનુશાસનમાં કરે છે. ઓથોરિટેટિવ પેરેન્ટિંગમાં પેરેન્ટ્સ પોતાના બાળકો પાસે કેટલીક આશાઓ રાખે છે, પરંતુ પોતાના બાળકોની વાત સાંભળે છે અને તેમના ઉછેરને લઇને ફોકસ હોય છે.

પરમિસિવ પેરેન્ટિંગમાં પેરેન્ટ્સને ના કહેવામાં પ્રોબલેમ થાય છે અને તેઓ બાળકો સાથે જોડાયેલી બાઉન્ડ્રી સેટ કરવાની કોશિશ કરે છે. તેઓ પોતાના બાળકોને એકસમાન માને છે. અનઇન્વોલ્વ્ડ પેરેન્ટિંગમાં પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે ઇમોશનલ કનેક્ટ રહી શકતા નથી અને તેમની સાથે વધુ વાત પણ કરતા નથી.

પેરેન્ટીંગના આ નિયમો અનુસરસો તો બનશો બાળકો માટે સ્ટાર પેરેન્ટ્સ hum dekhenge news

કઇ સ્ટાઇલ છે બેસ્ટ

તમારી પેરેન્ટિંગ સ્ટાઇલનો અસર બાળકોના આત્મવિશ્વાસ અને આત્મસન્માન પર પડે છે. પોતાના પેરેન્ટિંગને અસરકારક બનાવવાની રીત છે કે તમારી અને તમારા બાળક વચ્ચે સન્માનપુર્વકના સંબંધો હોય, જેથી મુશ્કેલીઓને શાંતિ પુર્વક, ઇમાનદારીથી હલ કરી શકાય. પેરેન્ટ્સે ખુબ જ જવાબદાર થઇને કામ કરવુ જોઇએ. બાળકોની વાત પણ સાંભળવી જોઇએ. પોતાની યોગ્ય વાત પણ મનાવડાવી જોઇએ. ઓથોરિટેટિવ પેરેન્ટિંગ આ મામલામાં યોગ્ય છે. તે બેસ્ટ પેરેન્ટિંગ સ્ટાઇલ છે. તેમાં માતા પિતા પોતાના બાળકોને સપોર્ટ કરે છે અને ખુબ પ્રેમ પણ કરે છે.

પેરેન્ટીંગના આ નિયમો અનુસરસો તો બનશો બાળકો માટે સ્ટાર પેરેન્ટ્સ hum dekhenge news

બેસ્ટ પેરેન્ટિંગ સ્ટાઇલને ફોલો કરવા પેરેન્ટ્સ આટલુ ધ્યાન રાખે

  • ઓથોરિટેટિવ પેરેન્ટિંગ સ્ટાઇલને ફોલો કરવા માટે બાળક સાથે અલગ અલગ સમય વિતાવો. કોઇ પણ વસ્તુને તેમની નજરથી જોવાની કોશિશ કરો.
  • બાળકોને ગમતી બાબતોમાં રસ લો. તેમની પ્રવૃત્તિઓ ઘુસો, તેમના મિત્રોને ઓળખો.
  • બાળકોને પ્રેમ કરો, તેમને ગળે લગાવો
  • ધ્યાનથી બાળકોને સાંભળો. તેમની અલગ અલગ બાબતોને પ્રોત્સાહિત કરો.બાળકોના રસ અંગે જાણો પછી તેમને સમજાવો શું સાચુ છે શું ખોટુ છે.
  • બાળકો પર હાવી થવાની કોશિશ ક્યારેય ન કરો.
  • તમે બાળકો પાસે જે પ્રકારના વ્યવહારની અપેક્ષા રાખો છો તેવો વ્યવહાર તેમની સાથે કરો.

આ પણ વાંચોઃ ભારતના વિવાદાસ્પદ સ્વામી નિત્યાનંદે કેવી રીતે બનાવ્યો ‘કૈલાસ’ દેશ અને દુનિયાના નક્શામાં ક્યાં છે સ્થિત ?

Back to top button