અમદાવાદટ્રેન્ડિંગફૂડહેલ્થ

વાસી ફૂડ મળતું જણાય તો સીધી AMCને કરો ફરિયાદ

Text To Speech

અમદાવાદ મ્યુનિસિપલ તંત્રે દ્વારા શહેરમાં અનેક વેપારીઓ ખાદ્યપદાર્થમાં ચેડા કરતા પકડ્યા છે. જ્યારે તેમના સામે કાયદેસરના પગલાં લેવામાં આવતા હોય છે. છતાં અમુંક વેપારીઓ છુપી રીતે ખરાબ કે વાસી ફુ઼ડ ગ્રાહકને પધરાવી દેતા હોય છે એવામાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્રે દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

ફરિયાદ આ નંબર પર નોંધાવી શકાશે:

મ્યુનિસિપલ તંત્રે દ્વારા શહેરમાં વિવિધ ખાદ્યપદાર્થ વેચતા એકમો દ્વારા ખરાબ કે વાસી ફૂડના વેચાણ ઉપર અંકુશ લગાવવા નવતર પ્રયોગ શરુ કર્યો છે. જે કોઈ નાગરિક ખરાબ ફૂડ અંગે મ્યુનિ.તંત્રમાં ફરિયાદ કરવા માંગતા હોય અ ૧૫૫૩૦૩ નંબર ઉપર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ કરનારે સાથે ફૂડ અંગેનો એક શોર્ટ વિડીયો રાખવો પડશે.

વાસી ખોરાક-humdekhengenews

શુક્રવારે મ્યુનિસિપલ તંત્ર દ્વારા 9 એકમ સીલ કરાયા:

મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરીજનોના સ્વાસ્થય સાથે ચેડા કરતા ખાદ્યપદાર્થ વેચતા વેપારીઓ સામે જી.પી.એમ.સી.એકટ અંતર્ગત કડક કાર્યવાહી કરાઈ રહી છે. શુક્રવારે શહેરના વિવિધ વિસ્તારમાં ખાદ્ય પદાર્થ વેચતા ૧૧૪ એકમની તપાસ કરી નવ એકમ સીલ કરાયા હતા. ઈન્દ્રપુરી વોર્ડમાં ચારભૂજા ચવાણા,મણીનગરમા જયજલારામ ચવાણા,ઓઢવમાં શ્રીનાથજી ગાર્ડન રેસ્ટોરન્ટ,આશાપુરા ભોજનાલય, ઈન્ડિયા કોલોની વોર્ડમાં ન્યુ દિલ્હી બેકરી,ઘાટલોડિયામા શ્રી ભેરુનાથ નમકીન,દીપ બેકરી,શાહીબાગમાં ઈન્ડિયા આઈસક્રીમ તથા શાહપુરમાં મનભવન નમકીન ગૃહ ઉદ્યોગના એકમને સીલ કરી રુપિયા ૨૬૯૦૦૦ની પેનલ્ટી વસૂલ કરવામા આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: વસ્ત્રાલમાં અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં એકનું મોત, ચાર ઘાયલ

Back to top button