લાઈફસ્ટાઈલ

જો તમને પણ ઠંડી વધારે લાગે છે કરો આ ઉપાય, શિયાળામાં થશે ગરમીનો અહેસાસ

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. અને ધીરે ધીરે ઠંડીમાં પણ વધારો થઇ રહ્યો છે આમ તો શિયાળાની ઋતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ સારી માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને આ સિઝનમાં ઠંડી વધુ લાગે છે. ઠંડીથી બચવા લોકો ઘણા ગરમ વસ્ત્રો પહેરે છે પરતુ વધારે ઠંડીને કારણે ક્યારેક લોકોને ખૂબ મુશ્કેલી થતી હોય છે. ત્યારે તમે આ ટીપ્સ દ્વારા તમને ઠંડીથી રાહત મળશે.

ઠંડીથી બચવાના ઉપાય

શિયાળની ઋતુમાં ઠંડીમાં વધારો થતા ઠંડીથી બચવા માટે ગરમ કપડા, તાપણા , વગેરેનો સહારો લેતા હોય છે. પરંતું હંમેશા આ વસ્તુઓ સાથે લઈને ફરી શકાતી નથી ત્યારે ગરમ કપડામાં પણ ઘણી વાર મુશ્કેલી થતી હોય છે. જો તમારે પણ આ સિઝનમાં ઠંડીથી બચવું હોય તો તમારે તમારી કેટલીક આદતોને બદલવી જોઈએ. જો તમે તમારી રોજની કેટલીક આદતોમાં બદલાવ લાવશો તો તમને ઠંડીથી રાહત મળશે. અને તમારે ઠંડીથી બચવા માટે વધારે ગરમ કપડા પહેરવાની પણ જરુર નહી પડે.

ઠંડીથી રાહત-HUMDEKHENGENEWS

બોડી વોર્મર્સ પહેરવાનું રાખો

શિયાળામાં ક્યારેક વધારે ઠંડી હોવાથી તમારે જાડા અને મોટા કપડા પહેરવા પડતા હોય છે. ત્યારે આ કપડાઓમાં કામ કરવું મુશ્કેલ થઈ જતુ હોય છે. અને જો તમે બોડી વોર્મર્સ પહેરશો તમારે વધારે ગરમ કપડા પહેરવાની જરૂર નહી રહે. બોડી વોર્મર્સ માર્કેટમાં સરળતાથી મળી જતા હોય છે. બોડી વોર્મર પહેરવાથી હવા સીધી શરીરની અંદર પહોંચતી નથી જેથી ઠંડી લાગતી નથી. બોડી વોર્મર્સ તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે. જો તમને વધુ પડતી ઠંડી લાગે છે,તો અંદરથી શરીર ગરમ રાખવા બોડી વોર્મર્સ હોય તેવા પહેરો, બાદ તમે બહારના એક કે બે કપડાં પહેરી શકો છો. આના કારણે તમને ઠંડી ઓછી લાગશે અને શરીરમાં ગરમી પણ રહેશે.

ડ્રાય ફ્રુટ્સ-HUMDEKHENGENEWS

ડ્રાય ફ્રુટ્સ ખાવાની ટેવ રાખો

આપણા ખોરાકનો અસર શરીર પર થતો હોય છે. ત્યારે જો આ ઋુતુમાં તમે તમારી ખાવા પીવાની વસ્તુઓમાં ધ્યાન રાખીને પણ ઠંડીની શરીરમાં થતી અસરને રોકી શકો છે. અમુક ખોરાક તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ વધારતા હોય છે. ઠંડીની ઋતુમાં ડ્રાય ફ્રુટ્સ ખાવા ખુબ ફાયદાકારક ગણવામાં આવે છે. ડ્રાય ફ્રુટ્સમાં રહેલા ગુણો તમારા શરીર માટે તો લાભદાયી છે. જ પરંતુ તેને ખાસ કરીને શિયાળાની ઋતુમાં ખાવા જોઈએ. જો તમે ઠંડીની ઋતુમાં ગરમ ​​અસરવાળા ડ્રાય ફ્રુટ્સ ખાશો તો તમે ઠંડીના પ્રકોપને અમુક અંશે રોકી શકશો. તેથી જ ઠંડા વાતાવરણમાં બને ત્યાં સુધી બદામ, અખરોટ, મગફળી, ખજૂર વગેરે ખાઓ, જે તમારા શરીરને ગરમ રાખવામાં મદદરૂપ બને છે. દરરોજ તમારે કેટલાક ડ્રાય ફ્રુટ્સ ખાવાની ટેવ રાખો, તમે ડ્રાય ફ્રૂટ્સમાંથી બનેલા લાડુ પણ ખાઈ શકો છો. જેના કારણે તમને ઘણો ફાયદો થશે.

તેલથી શરીરની માલિશ-HUMDEKHENGENEWS

તેલથી શરીરની માલિશ કરો

શિયાળામાં સ્નાન કર્યા બાદ તરત જ મોઇશ્ચરાઇઝર ન લગાવું જોઈએ, મોઇશ્ચરાઇઝર શરીરને શુષ્ક હવાથી બચાવે છે અને ત્વચામાં ભેજ જાળવી રાખે છે. જેથી જેમને ઠંડી વધુ લાગે છે તેમને મોઇશ્ચરાઇઝરને બદલે ગરમ તેલથી શરીરની માલિશ કરવી જોઈએ. જ્યારે તમે તેલથી શરીરની માલિશ કરો છો, ત્યારે તે રક્ત પરિભ્રમણને સુધારે છે. તેની સાથે શરીરમાં ગરમી પણ ઉત્પન્ન થાય છે. શિયાળામાં કાસ કરીને નાળિયેર તેલ અથવા સરસવના તેલથી માલિશ કરવી વધુ ફાયદાકારક રહે છે.

ઠંડીથી રાહત-HUMDEKHENGENEWS

દરરોજ કસરત કરો

શિયાળાની આ સિઝનમાં કસરત કરવાનો ઘણા ફાયદા છે. જો તમે શિયાળાની આ સિઝનમાં કસરત કરશો કે ચાલશો તો તમારા શરીરને ખુબ ફાયદો થશે. કસરત કરવાથી શરીરના સ્નાયુઓ સક્રિય થાય છે અને રક્ત પરિભ્રમણ વધુ સારું થાય છે. જેના કારણે શરીરમાં ગરમી રહેછે. જેમને શિયાળામાં વધુ ઠંડી લાગે છે, તેમણે કસરત કરવી જોઈએ .

આ પણ વાંચો : અમુક વ્યક્તિઓને શા માટે ઓછી ઠંડી લાગે છે? શું છે તેની પાછળના કારણો

Back to top button