લાઈફસ્ટાઈલહેલ્થ

નવરાત્રિમાં કરો છો ઉપવાસ, તો ખાસ રાખો આ બાબતોનું ધ્યાન!

Text To Speech
  • નવરાત્રીમાં નવ દિવસ કરો માં દુર્ગાની ઉપાસના
  • શરીરને એનર્જેટીક રાખવા કરો આ ઉપાય
  • આ વસ્તુઓનો તમારા ડાયટમાં કરો સમાવેશ

નવરાત્રી તો આપણા સૌનો મનપસંદ તહેવાર છે. નવરાત્રીમાં આપણા શરીરની દૈનિક ક્રિયા બદલાઈ જતી હોવાથી અને ખાણી પીણી પર પણ ધ્યાન ન આપવાથી આપણા સ્વાસ્થ્યને ખુબ નુકસાન પહોંચે છે. નવરાત્રીમાં માં અંબાને પ્રસન્ન કરવા માટે અનેક લોકો પૂરી શ્રદ્ધા સાથે ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસ કોઇ એક ટાઇમ જમીને કરે છે તો કોઇ નકોડા કરતા હોય છે. આ નવ દિવસોમાં ઉપવાસ કરીને માં દુર્ગાની અર્ચના કરવામાં આવે છે. આ દિવસોમાં અનેક લોકો માત્ર ફ્રૂટ જ ખાઇને જ કરતા હોય છે. જ્યારે ઘણાં લોકો માત્ર પાણી પીને કરતા હોય છે. મેડિકલ અનુસાર ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે. ઉપવાસ કરવાથી તમારી બોડીનું મેટાબોલિઝમનું સ્તર નિયંત્રિત રહે છે. પરંતુ તમને એક વાત ખાસ એ જણાવી દઇએ કે જો તમે નવ દિવસ ઉપવાસ કરો છો તો તમારી હેલ્થનું પણ તમારે અનેક રીતે ધ્યાન રાખવું જોઇએ. જો તમે હેલ્થ પર પ્રોપર ધ્યાન આપતા નથી તો તમે બીમાર પડી જાવો છો અને સ્વાસ્થ્ય પણ વધારે ખરાબ થાય છે. તો જાણો તમે પણ નવરાત્રિ દરમિયાન કેવી રીતે ઉપવાસ કરીને તમારી હેલ્થનું ધ્યાન રાખશો.

વધારેમાં વધારે ફળ ખાવ

બને એટલું વધારે પ્રમાણમાં ફળો ખાવાનું રાખો. આમ કરાવથી શરીરને પૂરતા વિટામિન્સ અને મિનરલ્સ મળી રહેશે અને શરીરમાં ઉર્જાનો સંચાર થશે. ફળોમાં વધારે સફરજન, કેળા, તરબૂચ અને પપૈયું વધારે ખાવ.

થોડું-થોડું ખાતા રહો

આખો દિવસ તમે એનર્જીથી ભરપૂર રહેવા માટે તમે આખો દિવસ થોડુ-થોડુ ખાવાનું રાખો. એક સાથે તમે વધારે જમી લો છો તો તમારી હેલ્થને નુકસાન પહોંચે છે અને સાથે તમારું પાચન તંત્ર પણ ખરાબ થાય છે.

ડ્રાયફ્રુટ- humdekhengenews

ડ્રાયફ્રૂટસ ખાઓ

શરીરને ઉર્જાવાન રાખવા માટે ડ્રાય ફ્રુટ્સ ખાઓ. ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાથી નબળાઈનો અનુભવ થતો નથી. આ દરમિયાન, તમે તમારા આહારમાં કિસમિસ, કાજુ, પિસ્તા અને બદામ જેવા સૂકા ફળોને સ્મૂધી અને શેકમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

ડેરી ઉત્પાદનો જરૂરી છે

ઉપવાસ દરમિયાન ડેરી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરો. ખાસ કરીને તમે તમારા આહારમાં દૂધ, દહીં અને દૂધ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આના કારણે તમારા શરીરમાં કેલ્શિયમ અને પ્રોટીનની કમી નહીં રહે છે.

Back to top button