શરીરમાં આ તકલીફો થાય તો માનજો તેને ડિટોક્સ કરવાની જરૂર છે, જમા થયા છે ટોક્સિન્સ
- ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા વિશે આજે લોકો અવેર થયા છે. શરીરમાં આ સમસ્યાઓ થવા લાગે છે, તો સમજી લો કે તેને ડિટોક્સ કરવાની જરૂર છે.
HD ન્યુઝ ડેસ્કઃ ડિટોક્સ ડ્રિંક્સ પીવું આજે કોમન વાત બની ગઈ છે, પરંતુ તમે કેવી રીતે જાણશો કે તમારા શરીરને ડિટોક્સ ડ્રિંકની જરૂર છે. ડિટોક્સ ડ્રિંક પીવાની હંમેશા જરૂર હોતી નથી. રોજ આપણે જે ખોરાક ખાઈએ છીએ જેમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે. આ ઉપરાંત આપણે પ્રદૂષણમાં જીવીએ છીએ અને ઘણા પ્રકારના કેમિકલ્સના સંપર્કમાં પણ આવીએ છીએ. આવી સ્થિતિમાં, શરીરને ડિટોક્સિફિકેશનની જરૂર પડતી હોય છે, જેથી તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય. લીવર ડિટોક્સ વિશે તો દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ માત્ર લીવર જ નહીં, જ્યારે શરીરમાં આ સમસ્યાઓ થવા લાગે છે, તો સમજી લો કે તેને ડિટોક્સ કરવાની જરૂર છે.
સતત કબજિયાત
જો તમે લાંબા સમયથી કબજિયાતથી પીડાતા હોવ તો તમારા આંતરડાને ડિટોક્સ કરવા ખૂબ જરૂરી છે. જેથી આંતરડામાં સડી રહેલો ખોરાક બહાર આવે છે અને ઝેરી તત્વો પણ દૂર થાય.
બ્લોટિંગ થતું હોય
જ્યારે ખોરાક પેટમાં અનડાઈજેસ્ટ થઈને પડ્યો રહે છે, તો તે ફર્મેટ થાય છે અને તેના કારણે ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થાય છે. આવા સમયે શરીરને ડિટોક્સની જરૂર હોય છે.
શરીરમાંથી દુર્ગંધ આવવી
પરસેવાની પોતાની કોઈ ગંધ હોતી નથી, પરંતુ લીવર કે કિડનીની બીમારીના કિસ્સામાં શરીરમાંથી એક વિચિત્ર ગંધ આવે છે. તેનો અર્થ એ છે કે કિડની અને લીવરને ડિટોક્સિફિકેશનની જરૂર છે.
થાક, નબળાઈ અને માથાનો દુખાવો
જ્યારે શરીરમાં ટોક્સિન્સ જમા થાય છે, ત્યારે થાક, નબળાઈ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં ડિટોક્સ વોટર અને ડિટોક્સ ટી પીવાથી શરીરને આરામ મળે છે અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.
વજન વધવું
વજન ઝડપથી વધી રહ્યું છે ત્યારે પણ શરીરને ડિટોક્સિ કરવાની જરૂર હોય છે. જેથી શરીરમાં ઈંફ્લેમેશન અને બિનજરૂરી વજન ન વધે
આ પણ વાંચોઃ મકાઈ ખાતી વખતે ફેંકી દેવાતા રેસા આટલા ફાયદાકારક એવું કદી વિચાર્યુ છે?
આ પણ વાંચોઃ સ્ટારબક્સના લોગોમાં જલપરી કેમ છે? આ છે તેનું રસપ્રદ કારણ