અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાતા હો તો ચેતો, વધી શકે છે મેન્ટલ ડિસઓર્ડરનો ખતરો!
- અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ પેટમાં સડીને એસિડિટી અને મેદસ્વીતા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના સેવનથી ડિપ્રેશનનું જોખમ અનેકગણું વધી જાય છે.
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હેલ્થ માટે જોખમી છે. આ પ્રકારના ખોરાકને પચાવવામાં શરીરને ઘણો સમય લાગે છે. આ ખોરાક પેટમાં સડીને એસિડિટી અને મેદસ્વીતા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના સેવનથી ડિપ્રેશનનું જોખમ અનેકગણું વધી જાય છે. અમેરિકન એનજીઓએ આ વિષય પર એક સંશોધન હાથ ધર્યું હતુ. જેમાં 26 દેશના દરેક વયજૂથના 3 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં ભારતના લગભગ 30,000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે જે લોકો દિવસમાં ઘણી વખત અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાય છે તેમને માનસિક સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે.
નિષ્ણાતો શું કહે છે?
મેન્ટલ હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ડિપ્રેશનને વધારવાનું કામ કરે છે. આ ખોરાક આપણા મગજ અને શરીરને નુકસાન પહોંચાડે છે. તેનાથી મૂડ સ્વિંગ અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ થઈ શકે છે. તેથી તાજા ફળો, શાકભાજી, દહીં, કઠોળ, બદામ અને સિડ્સનું શક્ય તેટલું વધુ સેવન કરવું જોઈએ. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન ઈ જેવા તત્વો હોય છે જે મગજને ઓબ્સેસિવ સ્ટ્રેસથી બચાવવાનું કામ કરે છે.
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ શું છે?
જે ખોરાક અત્યંત પ્રોસેસ્ડ રીતે બનાવવામાં આવે છે તેને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કહેવામાં આવે છે. તેમાં બ્રેડ, બિસ્કીટ, કાર્બોનેટેડ ડ્રિંક્સ, પેકેજ્ડ ચિપ્સ, સ્નેક્સ, મીઠાઈઓ સામેલ છે. આજકાલ આ બધી વસ્તુઓ અનહેલ્ધી લાઈફસ્ટાઈલનો ભાગ બની ચુકી છે.
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અને મેન્ટલ હેલ્થ
આ સંશોધનમાં જાણવા મળ્યું કે પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ વધે છે. જેના કારણે ઉદાસી, તણાવ અને નિરાશા જેવી સમસ્યાઓ જોવા મળે છે. 18 થી 24 વર્ષની વયના લોકોમાં તેનું જોખમ વધારે જોવા મળ્યું છે. કારણ કે આ ઉંમરના લોકો જ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું સેવન વધુ કરે છે.
આટલું ધ્યાન અચૂક રાખો
- મેન્ટલ હેલ્થ માટે, વ્યક્તિએ પ્રોસેસ્ડ ફૂડનું સેવન ટાળવું જોઈએ.
- પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા જેવી સમસ્યાઓ વધે છે. ડાયટનું ખાસ ધ્યાન રાખો.
- તમારા આહારમાં આખા અનાજ, લીલા શાકભાજી, ડેરી ઉત્પાદનો અને ફળોનો સમાવેશ કરો.
આ પણ વાંચોઃ મનોરંજન સાથે જાગૃતિઃ દિલ્હી પોલીસ મીમ યુઝર્સને આપી રહી છે મક્કમ ટક્કર