ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

આ ખોરાક ખાશો તો તન-મન ખુશીઓથી ભરાઇ જશેઃ સ્ટ્રેસ થશે દુર

Text To Speech
  • ભાગદોડ ભરેલી જિંદગીમા શરીર અને મગજ થાકી જાય છે
  • આ થાક આપણા સ્ટ્રેસ સ્વરૂપે બહાર આવે છે
  • કેટલાક ફુડ એવા છે જે મગજમાં હેપ્પી હોર્મોન ભરી દે છે

આજકાલની ભાગદોડ ભરેલી લાઇફમાં અને કામના બોજને લીધે તણાવ સામાન્ય સમસ્યા બની ગઇ છે. તણાવનો શરીર પર ગંભીર પ્રભાવ પડે છે. તેના કારણે તમને થાક, માંસપેશીઓમાં દુખાવો, છાતીમાં દુખાવો, જાતીય જીવન પર અસર, ફોકસ કરવામાં કમી, ભુખ ઓછી લાગવી. ચિડચિડિયાપણુ જેવી સમસ્યાઓ જોવા મળે છે.

આ બધી બાબતો તમારા શરીરને અને મગજને બિમાર બનાવી શકે છે. તણાવથી બચવા માટે તમારે ડાયેટ પર ધ્યાન આપવુ જોઇએ. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ કેટલાક એવા ફુડ છે, જે તમારા મગજમાં હેપ્પી હોર્મોન ભરીને તણાવ તેમજ ચિંતાથી મુક્તિ અપાવે છે.

ફુડ દ્વારા સ્ટ્રેસને દુર કરી શકાય ખરો? જાણો હેપ્પી હોર્મોન રીલીઝ કરતી આ વસ્તુઓ hum dekhenge news

વિટામીન બી ધરાવતા ફુડ

વિટામીન બી ધરાવતા ખાદ્ય પદાર્થ જેમ કે છોલે, પાંદડાવાળી શાકભાજી , ડેરી પ્રોડક્ટ્સ વગેરેનું સેવન કરવાથી તણાવ સામે લડવામાં મદદ મળે છે. જ્યારે તણાવ હોય ત્યારે તમારુ શરીર પહેલેથી રિઝર્વ વિટામીન બીનો ઉપયોગ કરવા લાગે છે.

ફુડ દ્વારા સ્ટ્રેસને દુર કરી શકાય ખરો? જાણો હેપ્પી હોર્મોન રીલીઝ કરતી આ વસ્તુઓ hum dekhenge news

શાકભાજી

શાકભાજી જેવા કે ગાજર, બીટ, કાકડી તેમજ મેગ્નેશિયમનો સ્ત્રોત ધરાવતા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાથઈ તણાવ અને ચિંતામાં લડવામાં મદદ મળે છે.

વિટામીન સી ધરાવતા ફુડ

વિટામીન સીથી ભરપૂર ખાદ્યપદાર્થનું સેવન કરવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે. આ ઉપરાંત સ્ટ્રેસ હોર્મોનનું લેવલ ઘટે છે.

ફુડ દ્વારા સ્ટ્રેસને દુર કરી શકાય ખરો? જાણો હેપ્પી હોર્મોન રીલીઝ કરતી આ વસ્તુઓ hum dekhenge news

લાઇટ ફુડ

હળવા અને સરળતાથી પચી જતા ખાદ્યપદાર્થ જેમકે દાળ, ભાત કે દાલ ખીચડી ખાવાથી હેપ્પી હોર્મોન સેરોટોનિનના લેવલને વધારવામાં મદદ મળે છે. તે તણાવ ધટાડે છે.

વિટામીન ઇ ધરાવતા ફુડ

ઇમ્યુન સિસ્ટમને વધારવા માટે વિટામીન ઇથી ભરપૂર બદામ ખાવી જોઇએ. આ ઉપરાંત કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેડ વાળા ફુડ ખાવાથી સેરોટોનિન વધુ માત્રામાં બને છે.

આ પણ વાંચોઃ લીલા શાકભાજી નુકસાનકારક : જાણો કઈ શાકભાજી કયા લોકોને નુકસાન પહોંચાડી શકે

Back to top button