ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

આ એન્ટી એજિંગ ફૂડ ખાશો તો નહિં પડે મોંધી ક્રીમની જરૂર

  • યુવી કિરણો, સ્કિન કેરની ખોટી ટેવો, પ્રદૂષણ અને અન્ય પરિબળો તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે અને ઉંમર ઝડપથી વધવાનું કારણ બને છે. ખાસ કરીને સ્ત્રીઓના ચહેરા પર અકાળે ફાઈન લાઈન્સ અને રિંકલ્સ દેખાવા લાગે છે.

દરેક વ્યક્તિ લાંબા સમય સુધી પોતાનું યૌવન ટકાવી રાખવા અને સુંદરતા જાળવી રાખવા ઈચ્છે છે, પરંતુ યુવી કિરણો, સ્કિન કેરની ખોટી ટેવો, પ્રદૂષણ અને અન્ય પરિબળો તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે અને ઉંમર ઝડપથી વધવાનું કારણ બને છે. ખાસ કરીને સ્ત્રીઓના ચહેરા પર અકાળે ફાઈન લાઈન્સ અને રિંકલ્સ દેખાવા લાગે છે. આ માટે આપણે પર્યાવરણને જવાબદાર માનીએ છીએ, પરંતુ આપણી આહારની આદતો પણ ત્વચા પર સમાન અસર કરે છે. એન્ટી એજિંગ ફૂડ ખાવાનું શરૂ કરી દેશો તો તમારે મોંઘી ક્રીમની જરૂર પણ નહીં પડે.

આપણે વધતી ઉંમરને રોકી શકતા નથી, પરંતુ પૌષ્ટિક આહારની સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તેના પ્રભાવને ઘટાડી શકીએ છીએ. જો તમે પણ ગ્લોઈંગ સ્કીન ઈચ્છતા હો તો એ જરૂરી છે કે તમે તમારા આહારમાં એન્ટી એજિંગ ફૂડ્સનો સમાવેશ કરો. અહીં એવા એન્ટી-એજિંગ ફૂડ્સ આપવામાં આવ્યા છે, જે ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખવા માટે ખૂબ જ જરૂરી છે.

આ એન્ટી એજિંગ ફૂડ ખાશો તો નહિં પડે મોંધી ક્રીમની જરૂર hum dekhenge news

દાડમ

દાડમ એજિંગના લક્ષણોને ઘટાડવા માટે ખૂબ સારો વિકલ્પ છે. તેમાં એલેજિક એસિડ અને પ્યૂનિકેલાગિન યૌગિક હોય છે, જે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને કોલેજન પ્રોટેક્શનને પ્રોત્સાહન આપે છે.

એવોકાડો

ઓમેગા-3 ફેટી એસિડ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર એવોકાડો ગુણોનો ખજાનો છે. તેમાં રહેલા આવશ્યક પોષક તત્વો ત્વચાના મોઈશ્વરાઈઝરના રૂપમાં કામ કરે છે.

ઈંડા

ઈંડાને પ્રોટીનનું પાવરહાઉસ કહેવાય છે. તે વાળ, ત્વચા, નખ માટે જરૂરી બિલ્ડિંગ બ્લોક્સની આપૂર્તિ કરે છે. તે માંસપેશીઓને ટોન કરી રાખે છે.

આ એન્ટી એજિંગ ફૂડ ખાશો તો નહિં પડે મોંધી ક્રીમની જરૂર hum dekhenge news

લીલા શાકભાજી

પાલક, સરસો, મેથી જેવા લીલા શાકભાજી એન્ટીએજિંગ ગુણો માટે જાણીતા છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ, પોલીફેનોલ અને ક્લોરોફિલ મળી આવે છે. તેનું સેવન કરવાથી મેંબ્રેન મજબૂત થાય છે અને ત્વચા કોમળ રહે છે.

બ્લુબેરી

બ્લુબેરી ખાવાથી ત્વચા પર દેખાતા વૃદ્ધત્વના લક્ષણો ઘટે છે. જો તમે રોજ બ્લૂબેરીનું સેવન કરતા રહેશો તો વૃદ્ધત્વના નિશાન જોવા નહી મળે. તેમાં વિટામીન સી અને બી-6 હોય છે.

તરબૂચ

વિટામીન સી, લાઈકોપીન અને પોટેશિયમથી ભરપૂર, તરબૂચ સેલ્સને હાઈડ્રેટ રાખે છે અને પોષણ આપે છે. આ ઉપરાંત તે એન્ટી એજિંગ માટે ફાયદાકારક છે.

આ એન્ટી એજિંગ ફૂડ ખાશો તો નહિં પડે મોંધી ક્રીમની જરૂર hum dekhenge news

દહીં

દહીં ત્વચાને ચમકદાર બનાવે છે. એન્ટીએજિંગ માટે તેનું રોજ સેવન કરવું જોઈએ. તેમાં રહેલું લેક્ટિક એસિડ લાંબા સમય સુધી ચહેરા પર ચમક જાળવી રાખે છે.

બદામ

બદામ જેવા નટ્સમાં વિટામીન ઈ હોય છે, જે સ્કિન ટિશ્યુના રિપેરિંગમાં મદદ કરે છે. તે એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે.

આ પણ વાંચોઃ અજય દેવગણે બતાવી ‘મેદાન’ની ઝલક, સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ જલ્દી થશે રીલીઝ

Back to top button