આ પાંચ ફળો ખાશો તો કિડની રહેશે હેલ્ધી, યોગ્ય ડાયેટ કરો ફોલો
- જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા હેલ્ધી રહે તો આ 5 ફળો ખાવાનું આજથી જ શરૂ કરી દો. કિડનીના આરોગ્ય માટે હાઈ એન્ટીઓકિસડન્ટ અને ઓછા ફોસ્ફરસ તેમજ સોડિયમવાળા ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ કિડની શરીરનું મહત્ત્વનું અંગ છે. જો તેની કામ કરવાની રીતમાં કોઈ સમસ્યા આવે તો તે આંતરિક સિસ્ટમ માટે સમસ્યા ઊભી કરી શકે છે. કિડનીનું કાર્ય શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું અને શરીરને અનેક રોગોથી દૂર રાખવાનું છે. જો આ ગંદકી બહાર ન આવે તો કોલેસ્ટ્રોલ, ફેટી લીવર અને કિડનીમાં પથરી જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા હેલ્ધી રહે તો આ 5 ફળો ખાવાનું આજથી જ શરૂ કરી દો. કિડનીના આરોગ્ય માટે હાઈ એન્ટીઓકિસડન્ટ અને ઓછા ફોસ્ફરસ તેમજ સોડિયમવાળા ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે.
દાડમ
દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે શરીરનો સોજો ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે બ્લડ પ્રેશરને સુધારે છે. તે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે અને હૃદયના આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ છે. ફોસ્ફરસ અને સોડિયમની માત્રા ઓછી છે.
સફરજન
સફરજનમાં પોટેશિયમ અને ફોસ્ફરસ ઓછું હોય છે. તેથી તે કિડનીના આરોગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. જો તમને કબજિયાતના લક્ષણો હોય તો તમે સફરજનનું સેવન ખાસ કરો. તેમાં વિટામિન સીની પણ સારી માત્રા હોય છે.
ખાટા ફળો
નારંગી, લીંબુ અને દ્રાક્ષ જેવા ખાટાં ફળો ખાવા સારા છે. તે વિટામિન સીનો સારો સ્ત્રોત છે. તે જ કિડનીની પથરીને રોકવામાં મદદ કરે છે અને કિડનીને હેલ્ધી રાખે છે.
પપૈયા
તે કિડની અને પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, એન્ટીઓક્સીડન્ટ અને ફાઈબર સારી માત્રામાં હોય છે. પપૈયા કિડનીની હેલ્થ માટે ઉત્તમ ગણાય છે.
બેરીઝ
બેરીઝને કિડની માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તેમાં સોડિયમ અને ફોસ્ફરસની માત્રા ઓછી હોય છે. સ્ટ્રોબેરી અને બ્લેકબેરીમાં વિટામિન સી, મેંગેનીઝ, ફોલેટ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર ભરપૂર હોય છે.
આ પણ વાંચોઃ ઘરનું કરિયાણું લેવામાં વધુ ખર્ચ કરી બેસો છો? તો આ આઈડિયાથી બજેટમાં બનશે બિલ