ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં પિત્ઝા ખાવો છો તો આ સમાચાર ખાસ વાંચો, નહિ તો પસ્તાશો!

Text To Speech
  • લાપિનોઝ પિત્ઝા સેન્ટરમાં આ ધટના બની છે
  • પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બાદ જીવડાં નીકળ્યા
  • મ્યુનિ. હેલ્થ અને ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો માત્ર સામાન્ય દંડ લઇ છુટી જાય છે

અમદાવાદમાં પિત્ઝા ખાવો છો તો આ સમાચાર ખાસ વાંચો, નહિ તો પસ્તાશો! લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં સ્મોલ પિત્ઝામાંથી 15 જીવડાં નીકળ્યા છે. તેથી અમદાવાદીઓ પિત્ઝા ખાતાં સાવધ રહેજો. પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બાદ જીવડાં નીકળવાની વધુ એક ઘટના બની છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં ફરીથી આંશિક બદલાવ આવ્યો 

સ્મોલ પિત્ઝામાંથી નાના નાના 10થી 15 જીવડા નીકળ્યા

શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ પાછળ આવેલ લાપિનોઝ પિત્ઝા સેન્ટરમાં ગુરૂવારે બપોરે એક યુવકે લાર્જ પિત્ઝા અને એક સ્મોલ પિઝા મંગાવવામાં આવ્યો હતો અને બોક્સ ખોલતાં સ્મોલ પિત્ઝામાંથી નાના નાના 10થી 15 જીવડા નીકળતા જોવા મળ્યા હતા. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લાપિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપિનોઝ પિત્ઝા સેન્ટરમાં પિત્ઝામાંથી જીવડાં નીકળવાની વધુ એક ઘટના જોવા મળી છે. આ મામલે યુવકે સ્ટાફ્ને ફરિયાદ કરતાં તાત્કાલિક પિત્ઝા પાછો લઈ લીધો હતો અને તેઓથી ભૂલ થઈ ગઈ હોવાનું સ્વીકાર્યું હતું.

મ્યુનિ. હેલ્થ અને ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો માત્ર સામાન્ય દંડ લઇ છુટી જાય છે

આ મામલે તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને સ્ટાફ્ દ્વારા તેઓને રિફ્ંડ આપવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં હોટલ અને રેસ્ટોરાંમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાવામાં જીવાત નીકળતી હોવાના બનાવો છાશવારે બનતા હોય છે. આ બાબતને ધ્યાનમાં લેતાં આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે. બ્રાન્ડેડ કંપનીના પિત્ઝા સેન્ટરોમાં આવરનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. હોટલના રસોડાઓમાં પણ ગંદકી હોય છે છતાં પણ ત્યાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. મ્યુનિ. હેલ્થ અને ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો માત્ર સામાન્ય દંડ લઈ અને કાર્યવાહી કરી હોવાનું બતાવી દે છે.

Back to top button