વરસાદની સીઝનમાં મોમોઝ ખાતા હો તો ચેતજોઃ થઇ શકે છે ગંભીર બીમારી
- મોમોઝ હેલ્થને પહોંચાડી શકે છે નુકશાન
- મોમોઝ શુગર લેવલ વધારી શકે છે
- મોમોઝની ચટણીથી એસિડિટી થઇ શકે
મોમોઝ મોટાભાગના લોકોનું ફેવરિટ સ્નેક છે. વેજિટેબલ મોમોઝ, પનીર મોમોઝ, ચિકન મોમોઝ. ચીઝ મોમોઝ ઉપરાંત અલગ અલગ વરાઇટીના મોમોઝ બજારમાં મળે છે. વરસાદની સીઝનમાં વાતાવરણ ખુશનુમા હોય છે. મોમોઝ ચટપટુ ખાવાના તમારા ક્રેવિંગને ખતમ કરી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે વરસાદમાં તમારુ પસંદગીનું સ્નેક તમારી હેલ્થને નુકશાન પહોંચાડી શકે છે.
વધશે શુગર લેવલ અને પેટ થશે ખરાબ
મોમોઝ મેદામાંથી બનાવવામાં આવે છે. રિપોર્ટ્સની વાત માનીએ તો તેને સફેદ બનાવી રાખવા માટે તેમાં કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે હેલ્થ માટે નુકશાનકારક બની શકે છે. આ કેમિકલ્સના કારણે તેમારુ પેનક્રિયાઝ ડેમેજ થઇ શકે છે. સાથે સાથે મેદામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ વધુ હોય છે, જેના કારણે શુગર લેવલ વધવાનો ખતરો પણ હોય છે. મોમોઝના કારણે કેટલાક લોકોને કબજિયાત પણ થઇ શકે છે.
વરસાદમાં કેમ ન ખાવા?
વરસાદમાં ગરમગરમ મોમોઝનો સ્વાદ ગમે છે. તેનાથી હેલ્થને ગંભીર નુકશાન થઇ શકે છે. મોમોઝનું સ્ટફિંગ બનાવવામાં જે શાકભાજીનો ઉપયોગ થાય છે, તેમાં ખાસ કરીને કોબીજ હોય છે, જે ખતરનાક સાબિત થઇ શકે છે. તેમાં કીડા હોય છે. તેને ટેપવર્મ કહેવાય છે. વરસાદમાં કોબીજમાં વધુ કીડા હોય છે. જો તેને યોગ્ય રીતે પકવવામાં ન આવે તો ટેપવર્મ મગજ સુધી પહોંચી શકે છે અને તમારી લાઇફ માટે ખતરો ઉભો કરી શકે છે તેનાથી સાવધાન રહેવુ જરૂરી છે.
ટેસ્ટી ચટણી આરોગ્ય માટે ખતરનાક
મોમોઝ સાથે તીખી ચટણી સર્વ કરવામાં આવે છે. હંમેશા લાલ મરચાની ક્વોલિટી સારી હોતી નથી. મસાલેદાર ચટણી ખાવાની સાથે કેટલાક લોકોને પેટની, એસિડીટીની કે અન્ય સમસ્યા થઇ શકે છે.
થઇ શકે છે ગંભીર સમસ્યાઓ
મોમોઝ ગંભીર પરેશાનીઓનું કારણ છે. તે મેદસ્વીતા વધારે છે સાથે સાથે નસ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થઇ શકે છે. જમ્યા બાદ પરસેવો, છાતીમાં બળતરા, ગભરામણ, પેટમાં દુખાવો જેવી ઘણી પરેશાનીઓ થઇ શકે છે.
આ પણ વાંચોઃ ગુગલ મેપની મદદથી ચોરી કરતા હતા ચોર, ક્રાઈમ બાંચે ઝડપી પાડ્યા, જાણો સમગ્ર ઘટના