ડિનર પછી આઇસ્ક્રીમ ખાશો તો ભોગવવા પડશે ગંભીર પરિણામ
- આઇસક્રીમ ખાવાથી હેલ્થને થાય છે નુકશાન
- ડિનર બાદ આઇસક્રીમ ખાવો છે ખૂબ અનહેલ્ધી
- ફ્રુકટોઝના અતિરેકથી થઇ શકે છે નુકશાન
જો તમને ગળ્યુ ખાવાનો શોખ છે અને તમે રોજ રાતે જમ્યા બાદ ગળ્યામાં આઇસ્ક્રીમ ખાતા હો તો તમે અજાણતા તમારી જ હેલ્થને નુકશાન પહોંચાડી રહ્યા છો. તમને સાંભળીને કદાચ નવાઇ લાગી શકે કે મુડ અને ટેસ્ટને બહેતર બનાવનાર આઇસક્રીમ તમારી હેલ્થને આખરે કેવી રીતે નુકશાન પહોંચાડી શકે? આયુર્વેદની વાત માનીએ તો ગરમ ભોજન બાદ ઠંડા પદાર્થોનું સેવન ન કરવુ જોઇએ. તેને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. ડિનર બાદ આઇસક્રીમ ખાવાના આરોગ્યને કયા નુકશાન થાય છે તે જાણી લો.
ડિનર બાદ આઇસક્રીમ ખાવાના નુકશાન
ઉંઘની ગુણવત્તા પ્રભાવિત
નિષ્ણાતોની વાત માનીએ તો ડિનર બાદ આઇસક્રીમ ખાવાનું સૌથી મોટુ નુકશાન એ છે કે તે તમારી ઉંઘને ખરાબ કરવા માટે જવાબદાર છે. આઇસક્રીમમાં રહેલી સુગર ઉંઘની ગુણવત્તાને ખરાબ કરે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર જો આહારમાં વધુ માત્રામાં કેલરી હોય તો ઉંઘની ગુણવત્તા પ્રભાવિત થવાનું જોખમ રહે છે.
દાંતમાં કેવિટીની સમસ્યા
રાતે આઇસક્રીમ ખાવાથી ખૂબ જ નુકશાન થઇ શકે છે. જો તમે આઇસક્રીમ ખા ધા બાદ બ્રશ કરતા ન હોય તો તેમાં રહેલી શુગર આખી રાત તમારા દાંતમા રહેશે અને કેવિટીનો ખતરો વધી શકે છે.
કફની ફરિયાદ
ડિનર બાદ મીઠુ ખાવાની આદતથી વ્યક્તિમાં કફ વધવાની શક્યતા છે. આ કારણે શ્વાસની તકલીફ, ખાંસી અને ભારેપણુ અનુભવાય છે.
મેદસ્વીતા
આઇસ્ક્રીમમાં રહેલી વધુ પડતી કેલરી વજન વધારવા માટે કારણભૂત છે. આ ઉપરાંત તેમાં રહેલી શુગર મેદસ્વીતાનું જોખમ વધારી શકે છે. જો તમે મેદસ્વીતાની સમસ્યાથી પરેશાન છો તો ડિનર બાદ આઇસ્ક્રીમ ખાવાથી બચો
લિવર માટે છે ખરાબ
ફ્રુક્ટોઝની મદદથી આઇસક્રીમને ગળ્યો બનાવવામાં આવે છે. સંશોધકોનું માનવુ છે કે રોજ ફ્રુકટોઝથી ભરપુર વસ્તુઓનું સેવન કરવાથી નોન આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યા થઇ શકે છે. જેનો યોગ્ય સમયે ઇલાજ ન થાય તો તે લિવર સિરોસીસ જેવી ગંભીર સમસ્યાઓ પણ થઇ શકે છે.
આ પણ વાંચોઃ ખોટા સમયે ખાવાથી વધે છે વજન: શું છે લંચ , ડિનર અને બ્રેકફાસ્ટનો સાચો સમય?