અમદાવાદગુજરાતટ્રાવેલદક્ષિણ ગુજરાત

દમણના દરિયા કિનારે ગુટખા ખાઈને થૂંકશો તો બે હજાર સુધીનો દંડ, જાતે જ થૂંકેલુ સાફ કરવું પડશે

Text To Speech

વલસાડ, 11 ડિસેમ્બર 2023, સંઘ પ્રદેશ દમણમાં હવે દરિયા કિનારે પાન માવો કે ગુટખા ખાઈને થૂંકવુ મોંઘુ પડી શકે છે. દમણ નગરપાલિકા દ્વારા હવે દરિયા કિનારે પાન માવો ખાઈ થૂંકતા શોખીનોને રૂપિયા 200થી લઇને 2000નો મોટો દંડ ફટકારવાની શરૂઆત કરી છે. દમણના દરિયે માવા કે ગુટખા ખાઈને જો થૂંકયા છો તો દંડ તો ભરવો પડશે. સાથે જ્યાં થૂંક્યાં હોય તેને પોતું મારી સાફ પણ કરવું પડશે.

200થી લઇને 2000નો દંડ ફટકારવાની શરૂઆત
દરિયા કિનારે આવતા પર્યટકો પાન માવા કે ગુટકા થૂંકીને ગંદકી ફેલાવે છે. હવે દમણ નગરપાલિકા દ્વારા દરિયા કિનારે પાન માવો કે ગુટખા ખાઈને થૂંકતા શોખીનોને શબક શીખવવાનું નક્કી કર્યું છે. હવેથી દરિયા કિનારા પર થૂંકનારાઓને રૂપિયા 200થી લઇને 2000નો દંડ ફટકારવાની શરૂઆત કરી દીધી છે. દમણમાં પાન મસાલા ગુટખા અને તંબાકુ પર પ્રતિબંધ છે. ત્યાં આવતા પર્યટકો તંબાકુ, પાન માવા અને ગુટખા સાથે લાવી ચાવતા ચાવતા દરિયે ફરતા ફરતા જ્યાં ત્યાં થૂંકીને ગંદકી ફેલાવે છે. હવેથી દમણનો દરિયો કિનારો સ્વચ્છ અને ચોખ્ખો રહે તે માટે નગરપાલિકા દ્વારા ગંદકી ફેલાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની શરૂઆત કરી છે.

નગરપાલિકાના કર્મચારીઓ દરિયા કિનારે વોચ ગોઠવશે
નાની દમણ અને મોટી દમણ સહિત જંપોરના દરિયા કિનારા સુધી વિશ્વ કક્ષાનો સી ફેસ રોડ અને નમો પથ બનાવવામાં આવ્યો છે. શનિ, રવિ અને રજાના દિવસો દરમ્યાન નગરપાલિકાના કર્મચારીઓ દરિયા કિનારે વોચ ગોઠવશે. જે શોખીનો દરિયા કિનારે થૂંકતા ઝડપાશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. સંઘ પ્રદેશ દમણમાં દારૂની છૂટ છે આથી મોટી સંખ્યામાં ખાવા પીવાના શોખીનો અહીં મોજશોખ કરવા આવે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: પ્રોપર્ટીકાર્ડ-ઇસ્યૂ કરી દેવાયેલી મિલકત મામલે જાણો આ નિયમ

Back to top button