લાઈફસ્ટાઈલ

ઉનાળામાં બેફામ લીંબુપાણી પીતા હો તો ચેતી જજો, ભોગવવા પડશે ગંભીર પરિણામ

શું વધુ પીવાતું લીંબુપાણી નુકસાન કરે છે?.. ઉનાળાની સિઝનમાં લોકો લીંબુપાણીનો વધુ ઉપયોગ કરે છે. વધુ લીંબુ પાણીને પીવું એ નુકશાન કરી શકે છે. જો આપ પણ આવી ભૂલ કરતાં હોવ તો ચેતી જજો. આ સાથે જ ફળો-શાકભાજીનાં બીજ સાથેનું જ્યૂસ સ્વાસ્થ્ય બગાડી શકે છે. લીલા શાકભાજી સાથે ખાટા ફળો ન ખાવા જોઈએ . ડાયાબિટીસ, આર્થરાઈટિસ અને હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડાતા દર્દીઓએ ડૉક્ટર કે નિષ્ણાતોની સલાહ વગર કોઈપણ શાકભાજી કે ફળનાં જ્યૂસનું સેવન કરવુ જોઈએ નહી. આ જ્યૂસ તમારા શરીરને ફાયદો પહોંચાડવાની જગ્યાએ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે.

_લીંબુ પાણી-humdekhengenews

વધુ પીવાતું લીંબુપાણી નુકશાનકારક

આ સાથે જ હેલ્થ એક્સપર્ટનું માનીએ તો કાચા ફળો અને શાકભાજીનો ઉકાળો કે જ્યૂસ બનાવીને પીવાથી કિડની સાથે જોડાયેલી સમસ્યાઓ કે અલ્સરની સમસ્યાઓ થવાની સંભાવનાઓ વધી શકે છે. સામાન્ય રીતે લોકો જ્યૂસનું સેવન પોતાની ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવા માટે અને શરીરને ડિટોક્સ કરવા માટે પીવામાં આવે છે. ડાયટિશન કામિની સિન્હાનું કહેવુ છે કે, ફળો અને શાકભાજીઓનાં કોમ્બિનેશનની યોગ્ય માહિતી ન હોવાના કારણે લોકો જે જ્યૂસનું નિયમિત સેવન કરે છે, તે તેના શરીરમાં ટોક્સિન્સનું પ્રમાણ વધારવા માટે જવાબદાર બને છે.’લીંબૂ અને નારિયેળ પાણીનું વધુ પડતું સેવન કિડની પર ખરાબ અસર પાડી શકે છે લીંબૂમાં વિટામીન-C સિવાય પોટેશિયમ પણ વધુ માત્રામાં હોય છે. નારિયેળ પાણીમાં પણ પોટેશિયમ અને ફોસ્ફરસ, જેવા પોષકતત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. જો તમે દિવસમાં 2-3 વાર લીંબૂ પાણી કે નારિયેળ પાણીનું સેવન કરો છો તો તે તમારી કિડની માટે હાનિકારક સાબિત થઈ શકે છે.સાઇટ્રસ ફળોની સાથે ઓક્સાલેટ રિચ ફૂડ ખાવાથી પથરીનું જોખમ વધી શકે છે. ખાટા ફળોની સાથે ઓક્સાલેટ રિચ ફૂડ જેમ કે, પાલક, બીટરૂટ અને પાંદડાવાળા શાકભાજીનો રસ કિડનીને ગંભીર નુકસાન પહોંચાડે છે. વિટામિન-Cથી ભરપૂર ફળો શરીરમાં ઓક્સાલેટની માત્રા વધારે છે અને વધુ પડતુ રસના સેવનથી તમારા શરીરમાં ઓક્સાલેટ ક્રિસ્ટલ્સ બનવા લાગે છે, જે કિડનીમાં જમા થાય છે. તેનાથી પથરી અને કિડનીને લગતી બીમારીઓ થઈ શકે છે.

લીંબુ પાણી-humdekhengenews

વધુ પડતું લીંબુપાણી નોતરી શકે કિડનીની સમસ્યાઓ

જો તમે કિડનીનાં દર્દી છો તો લીલા પાંદડાવાળા શાકભાજી, બીટ અને સાઇટ્રસ ફળો એકસાથે ન લેશો. તે શરીરમાં પોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે. જો કે, જ્યૂસ લિવર માટે સારુ છે, પરંતુ જો તમે તેને લેવાની યોગ્ય રીત ન જાણતા હોવ તો તે તમારા શરીરનાં બીજા અંગોને નુકસાન પહોંચાડી શકે છે. બીજની સાથે ફળ અને શાકભાજીનો રસ બનાવીને પીવાથી અલ્સર થઈ શકે છે. મોટાભાગનાં લોકો ડાયાબિટીસની અસર ઘટાડવા માટે ડિટોક્સ ડ્રિંક તરીકે કારેલા અને લોટનો રસ પીવે છે પરંતુ, જો તમે બીજવાળા શાકભાજીને મિક્સરમાં પીસીને જ્યુસ બનાવો છો તો જાણી લો કે, તે તમારા પાચનતંત્ર માટે સારું નથી. તેનાથી અલ્સર થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય જો જમ્યા પછી તમે આ જ્યૂસ લેતા હશો તો તેનાથી તમને ફાયદો નહીં થાય. જો તમે જમ્યા પછી જ કંઇક આવું પીવા માગતા હો, તો સૂપ બનાવીને પી શકો છો. એક્સરસાઈઝ વગર વધુ પડતા ફાઈબર અને પ્રોટિનયુક્ત ફળો ખાવાનું ટાળો મોટાભાગનાં લોકો પ્રોટીન અને ફાઇબર માટે ભોજનમાં કીવી અને કેળાનાં શેક અથવા સ્મૂધીનો સમાવેશ કરે છે પરંતુ, શું તમે જાણો છો કે જો તમે કસરત કે વર્કઆઉટ નથી કરતા અને તેમછતાં પણ ભોજનમાં કેળા અને કીવી લો છો તો તે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે છે અને શરીરમાં યુરિક એસિડ વધવાથી સંધિવા અથવા ઘૂંટણના દુખાવા જેવી સમસ્યાઓથી પીડાવુ પડી શકે છે.

લીંબુ પાણી -humdekhengenews

આ રીતે પીશો તો થશે ગંભીર રોગો

આ સાથે જ જો વધુ લીંબુપાણી પીવામાં આવે તો દાંતને નુકશાન થઇ શકે છે અમેરિકન ડેન્ટલ એસોસિએશનના જણાવ્યા મુજબ, લીંબુ ખૂબ જ એસિડિક હોય છે. જેથી, વારંવાર દાંતના સંપર્કમાં આવવાને કારણે ટૂથ ઈનેમલ ને નુકશાન કરે છે. જો તમે લીંબુ પાણી પીધા વગર નથી રહી શકતા તો તો તમારે સ્ટ્રો વડે લીંબુ પાણી પીવાનો પ્રયાસ કરવો. તેનાથી દાંત એસિડના સીધા સંપર્કમાં આવતા નથી. લીંબુ પાણી પીધા પછી તરત જ દાંત સાફ કરવાનું ટાળો. લીંબુ પાણી પીધા પછી એક ગ્લાસ સાદું પાણી પીવું જોઈએ.લીંબુપાણી ઘા વધારી શકે છે લીંબુ પાણી નાના ઘામાં દુખાવો અને બળતરા વધારી શકે છે. નાના જખમો એક કે બે અઠવાડિયામાં આપમેળે રૂઝાઈ જતા હોય છે. પરંતુ, અમેરિકન ડેન્ટલ એસોસિએશનના જણાવ્યા મુજબ, વધુ પડતું લીંબુ પાણી પીવાથી નાકના ચાંદા વધી શકે છે. વધુ પડતા ખાટા ફળો ખાવાથી પણ ઘા રૂઝવામાં વાર લાગી શકે છે.

આ પણ વાંચો : શું વધુ પડતું પાણી પીવું નુકશાનકારક છે ?

Back to top button