પિતૃઓને નારાજ ન કરવા હોય તો પિતૃ પક્ષમાં આ ખોરાકથી દૂર જ રહેજો
- એવી માન્યતા છે કે પિતૃઓની પ્રસન્નતા ખૂબ જ જરૂરી છે. તેમની પ્રસન્નતા આપણા જીવનની પ્રગતિ પર આધાર રાખે છે. પિતૃ પક્ષ દરમિયાન થનારા શ્રાદ્ધ કર્મના કારણે કેટલીક વસ્તુઓ ખાવાની મનાઇ છે. આ વસ્તુઓ ખાવાથી પિતૃઓ નારાજ થઇ જાય છે.
પિતૃપક્ષ 16 દિવસનો હોય છે. 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ ચુકેલા પિતૃ પક્ષમાં પુર્વજોનું તર્પણ કરવામાં આવે છે. ભાદરવા મહિનાની પૂનમથી લઇને આસો માસના કૃષ્ણ પક્ષની અમાસ સુધી પિતૃ પક્ષ માનવામાં આવે છે. તેમાં પૂર્વજોના આત્માની શાંતિ માટે પૂજા-પાઠ અને શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે પિતૃઓની પ્રસન્નતા ખૂબ જ જરૂરી છે. તેમની પ્રસન્નતા આપણા જીવનની પ્રગતિ પર આધાર રાખે છે. પિતૃ પક્ષ દરમિયાન થનારા શ્રાદ્ધ કર્મના કારણે કેટલીક વસ્તુઓ ખાવાની મનાઇ છે. આ વસ્તુઓ ખાવાથી પિતૃઓ નારાજ થઇ જાય છે. તો જાણો એવી કઇ વસ્તુઓનું સેવન ન કરવુ જોઇએ.
ચણાની દાળ ખાવાની છે મનાઇ
પિતૃ પક્ષ દરમિયાન ચણાની મીઠાઇ કે દાળથી દૂર જ રહેવુ જોઇએ. આ સાથે કાચી વસ્તુઓ ખાવાની પણ ના પાડવામાં આવી છે.
આ દાળ પણ છે વર્જિત
શાસ્ત્રોમાં ચણાની દાળ સાથે મસૂર, અડદની દાળને પણ પિતૃ પક્ષમાં ખાવાની ના કહેવાઇ છે.
આ મસાલાથી રહેજો દૂર
જીરૂ, રાઇ, સરસવના બીજ જેવા મસાલાથી પિતૃ પક્ષમાં દૂર રહેવુ જોઇએ. સાથે સાથે બ્લેક સોલ્ટ પણ ન ખાવુ જોઇએ.
આ શાકભાજીથી પણ રહેજો દૂર
પિતૃ પક્ષ દરમિયાન ખીરા, કારેલા, સરસોનું સાગ, અળવી, બીટ, ગાજર, મૂળા, સૂરણ અને કોઇ પણ પ્રકારના કંદમૂળ ખાવાની મનાઇ છે.
તામસિક ભોજનથી રહો દુર
પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃ પક્ષના 16 દિવસ સુધી તામસિક ભોજન જેમકે મીટ, માછલી, ઇંડા, લસણ, ડુંગળી ખાવાની મનાઇ છે. દારૂનુ સેવન પણ વર્જિત છે.
આ પણ વાંચોઃ શ્રાદ્ધમાં પિતૃદોષનો કરો મહાઉપાયઃ કોને લાગે છે પિતૃદોષ?