ધર્મ
લક્ષ્મીજીને નારાજ ન કરવા હોય તો ઘરના મંદિરમાં થતી આ ભુલો ટાળો


વાસ્તુ અનુસાર મંદિર હંમેશા ઇશાન ખુણામાં હોવુ જોઇએ. ઘરમાં મંદિર હંમેશા યોગ્ય દિશામાં હોય તે જરૂરી છે. ઘરમાં મંદિરનુ હોવુ સકારાત્મક ઉર્જાને વધારે છે. જો મંદિરમાં વાસ્તુ દોષ હોય તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારશે. માન્યતા અનુસાર ઘરમાં મંદિરની યોગ્ય દિશા અને મંદિરમાં ભગવાનની મુર્તિઓ કે તસવીરોની યોગ્ય દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. જો ઘરમાં બનેલુ મંદિર વાસ્તુ કરતા વિપરિત હોય તો પુજા કરતી વખતે મન એકાગ્ર થઇ શકતુ નથી અને પુજાથી પણ લાભ થતો નથી. જાણો કેટલીક મહત્ત્વની બાબતો જે ટાળવી ન જોઇએ અને તેનું પાલન પણ કરવુ જોઇએ.
- વાસ્તુ અનુસાર મંદિર યોગ્ય દિશામાં હોવું જોઇએ. જો તેની દિશા ખોટી હશે તો તેનાથી લાભ નહીં થાય. મંદિર હંમેશા ઘરની ઉત્તર દિશામાં જ હોવુ જોઇએ. વાસ્તુ અનુસાર દક્ષિણ કે પશ્વિમ દિશા અશુભ કહેવાય છે. ઘરના મંદિરમાં બે શંખ સાથે રાખવા પણ યોગ્ય નથી.
- વાસ્તુ અનુસાર મંદિરમાં ખંડિત મુર્તિઓ રાખી શકાતી નથી. તેને અશુભ માનવામાં આવે છે. એટલું જ નહિ જો તમે ખંડિત મુર્તિઓની પુજા કરશો તો દેવતા નારાજ થઇ જશે.
- વાસ્તુ અનુસાર ઘરમાં મંદિર ક્યારેય પણ ભોંયરામાં, બેડરૂમમાં કે બેઝમેન્ટમાં ન હોવુ જોઇએ. પુજા ઘર હંમેશા ખુલ્લા સ્થાન પર જ હોવુ જોઇએ.
- ઘરના મંદિરમાં હનુમાનજીની મોટી મુર્તિ ન હોવી જોઇએ. મંદિરમાં હંમેશા તેમની નાની મુર્તિ હોવી જોઇએ. આ સાથે જ બજરંગબલીની બેઠેલી મુર્તિ રાખવી પણ સારુ માનવામાં આવતુ નથી. સાથે શિવલિંગ પણ મંદિરમાં હોવુ જ જોઇએ.
- વાસ્તુ અનુસાર મંદિરની પાસે શૌચાલય પણ ન હોવુ જોઇએ. ક્યારેક લોકો કીચનમાં પણ મંદિર બનાવી લે છે. બેડરૂમ, રસોડુ કે બાથરૂમની બાજુમાં મંદિર ક્યારેય ન બનાવશો. આમ કરવાથી લક્ષ્મી દેવી નારાજ થઇ જાય છે.
- ઘરના મંદિરમાં હંમેશા દેવી-દેવતાઓની હસતી મુર્તિ લગાવવી જોઇએ. દેવી-દેવતાઓના ઉગ્ર રૂપ વાળી મુર્તિ કે ફોટો મંદિરમાં ન રાખવા જોઇએ. ભગવાનના સૌમ્યરૂપવાળી મુર્તિ ઘરમાં પોઝિટીવીટી લાવશે.
- ઘરના મંદિરમાં એક ભગવાનની એકથી વધુ તસવીર ન રાખો. એ વાતનું પણ ધ્યાન રાખો કે ગણેશ ભગવાનની 3 પ્રતિમાઓ ન હોવી જોઇએ. આમ કરવાથી ઘરના શુભ કાર્યોમાં અડચણો આવે છે.