વિશેષ

જલ્દી ઘરડાં ન થવુ હોય તો આ વસ્તુઓ ખાવાનુ 30ની ઉંમરથી જ શરૂ કરી દો

  • હેલ્ધી અને મજબૂત શરીર વાળી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતી નથી
  • તમારા શરીરને રોજ 31 ગ્રામ ફાઇબર  મળવુ જોઇએ
  • ડાયેટમાં અખરોટ, ચિયા સીડ્સ અને હેમ્પ સીડ્સ સામેલ કરવા જોઇએ

વૃદ્ધાવસ્થા દરેક વ્યક્તિને આવવાની જ છે, પરંતુ તે કોઇને ગમતી નથી તે પણ એક હકીકત છે. જો તમે સમય કરતા પહેલા વૃદ્ધ થવા ઇચ્છતા ન હો તો થોડુ ધ્યાન રાખી શકો છો. આ કોઇ ચમત્કાર નથી, પરંતુ હેલ્ધી અને મજબૂત શરીર વાળી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતી નથી. તમને બિમારીઓનો ખતરો પણ એટલો રહેતો નથી. એકવાર તમે 30 વર્ષના થઇ જાવ પછી તમે કંઇ કરી શકતા નથી.

હેલ્ધી અને ફિટ રહેવા માટે તેમજ વધતી ઉંમરને કાબુમા રાખવા માટે આમ તો ડાયેટ, એક્સર્સાઇઝ, તણાવ અને ઉંઘ ચાર મજબૂત આધારસ્તંભ છે. તેમાં પણ ડાયેટનો સૌથી મહત્ત્વનો રોલ હોય છે. આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ પડશે અને નાની ઉંમરથી જ કેટલીક વસ્તુઓનુ સેવન કરવુ પડશે.

જલ્દી ઘરડાં ન થવુ હોય તો આ વસ્તુઓ ખાવાનુ 30ની ઉંમરથી જ શરૂ કરી દો  hum dekhenge news

ફાઇબરથી ભરપૂર વસ્તુઓનુ સેવન

વધુ ફાઇબર ખાવાથી હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક,સ ટાઇપ 2 ડાયાબિટીસ અને કોલોરેક્ટલ કેન્સરનો ખતરો ઘટે છે. તમારા શરીરને 31 ગ્રામ ફાઇબર રોજ મળવુ જોઇએ. તમારી પ્લેટમાં ફળો, શાકભાજી, સાબુત અનાજ હોવુ જોઇએ. તેમાં ફાઇબરની માત્રા વધુ હોય છે.

ઓમેગા-3 આરોગ્યનો ખજાનો

આ પોષક તત્વ સારા મુડ, બહેતર કામકાજ, ઉંમર વધવાની સાથે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનો ખતરો ઘટાડે છે. આ માટે તમારે ડાયેટમાં અખરોટ, ચિયા સીડ્સ અને હેમ્પ સીડ્સ સામેલ કરવા જોઇએ.

જલ્દી ઘરડાં ન થવુ હોય તો આ વસ્તુઓ ખાવાનુ 30ની ઉંમરથી જ શરૂ કરી દો  hum dekhenge news

કેલ્શિયમનું વધુ સેવન

યુવાવસ્થામાં હાડકાનું ઘનત્વ બને છે. 25-30 વર્ષની ઉંમર સુધી નવા હાડકાનું નિર્માણ પુરુ થઇ જાય છે. 30 વર્ષ બાદ હાડકાને નુકશાન થવાનું શરૂ થઇ જાય છે અને તેમાં નબળાઇ આવવા લાગે છે. તેથી કેલ્શિયમ પર ધ્યાન આપવું જરૂરી છે. આ ઉંમરમાં હાઇ કેલ્શિયમ ફુડ જેવા કે દહીં, પનીર, બ્રોકોલી, પાલક, કેળ અને બદામનું સેવન વધુ કરવુ જોઇએ.

પ્લાન્ટ બેઇઝ્ડ ફુડનું સેવન

આ ઉંમર બાદ તમારે પ્લાન્ટ બેઝ્ડ ફુડ્સનું સેવન કરવુ જોઇએ. ફળ, શાકભાજી, નટ, બીજ, બીન્સ વગેરેનું સેવન કરવુ જોઇએ. તેમાં વિટામીન્સ, મિનરલ્સ, એન્ટી ઓક્સિડન્ટ્સ અને ફાઇબર જેવા પોષકતત્વોની સંખ્યા વધુ હોય છે. જે તમને મેદસ્વીતા, ડાયાબિટીસ, હ્રદય રોગથી બચાવે છે.

જલ્દી ઘરડાં ન થવુ હોય તો આ વસ્તુઓ ખાવાનુ 30ની ઉંમરથી જ શરૂ કરી દો  hum dekhenge news

પ્રોટીનને અવોઇડ ન કરશો

પ્રોટીન મસલ્સના ગ્રોથ માટે અને શરીરને તાકાતવર બનાવવા માટે જરૂરી છે. 30ની ઉંમર બાદ શરીરને તેની જરૂર હોય છે. પુરુષોને રોજ કમસે કમ 55 ગ્રામ અને મહિલાઓએ 45 ગ્રામ પ્રોટીનનું સેવન કરવુ જોઇએ. આ માટે ચણા, દાળ, ડેરી પ્રોડક્ટ્સ ખાવા જોઇએ.

આ પણ વાંચોઃ શું કોકોનટ શુગર સ્લિમ અને ફિટ રાખી શકે છે? જાણો કેવી રીતે બને છે?

Back to top button