ટ્રેન્ડિંગધર્મ
હાથમાં પૈસા ન ટકતા હોય તો આ સરળ વાસ્તુ ટિપ્સ અપનાવો
- વાસ્તુની જાણકારીના અભાવે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે
- ઘરમાં વાસ્તુ દોષ હોય તો નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે
- ઘરમાં કેટલાક પરિવર્તનો લાવીને વાસ્તુ દોષથી છુટી શકાય છે
ઘણી વખત વાસ્તુની યોગ્ય જાણકારી ન હોવાના કારણે લોકોએ આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ઘરમાં વાસ્તુ દોષ હોય તો નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરિવારમાં સભ્યોની વચ્ચે કલેશ થાય છે. તેની વૈવાહિક જીવન પર પણ ખરાબ અસર પડે છે. ઘરમાં કેટલાક પરિવર્તનો લાવીને વાસ્તુ દોષથી છુટી શકાય છે.
- ઉત્તર દિશામાં ફાઉન્ટેન રાખવો આર્થિક રીતે લાભદાયક છે. ઘરના દ્વાર સામે બીજો દ્વાર બનાવવાથી બચો.
- કીચનમાં કાળા પત્થરોનો ઉપયોગ ન કરો, તેનાથી સ્વાસ્થ્ય પ્રભાવિત થશે.
- ઘરમાં દરેક જગ્યાએ ધાર્મિક કે દેવી-દેવતાઓના ચિત્ર ન લગાવો.
- ઘરમાં રંગોની પસંદગી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે દક્ષિણ પશ્વિમ દિશામાં લીલો રંગ હોવાથી અરસપરસના સંબંધો બગડી શકે છે.
- જો અગ્નિ કોણમાં કોઇ પાણીની ટાંકી, કુવો કે બોરિંગ હોય તો આપણા જીવનમાં ધનનું આગમન બાધિત થાય છે. કેમકે તે અગ્નિનું સ્થાન છે. ત્યાં જળ તત્વ નકારાત્મક પ્રભાવ આપે છે. વ્યક્તિએ નિરંતર સંઘર્ષ કરવા પડે છે.
- કોઇ પણ પ્રકારના પાણીના ખાડા, બોરંગ, ટાંકીને બંધ કરી દો તો તમને આર્થિક દ્રષ્ટિએ રાહત મળે છે અને ધન આગમનનાં સ્ત્રોત ખુલે છે.
- તમારે ધનની તંગીનો સામનો કરવો પડતો હોય તો તમારા ઘરના અગ્નિ કોણ એટલે કે દક્ષિણ પુર્વ દિશાને જુઓ.
આ પણ વાંચોઃ ફેટી લીવરની તકલીફ હોય તો આ વસ્તુઓ કરો અવોઇડ