જો તમે નહીં બદલો આ સેટિંગ તો તમારો ફોન અને WhatsApp થઇ શકે છે હેક


રોજબરોજ આપણે હેકર્સ અને તેની નવી નવી ટેકનિકના કિસ્સાઓ વાંચતા કે સાંભળતા રહીએ છીએ. હેકર્સ દરરોજ લોકોને ફસાવવા માટે નવા નવા રસ્તા શોધે છે. હવે આવી એક રીત GIFને લઇને આવી છે. હેકર્સ ફિશિંગ લિંકનો ઉપયોગ કરે છે તે તો આપણે જાણીએ છીએ, પરંતુ હવે હેકર્સ ફિશિંગ GIF ઇમેજનો ઉપયોગ કરે છે અને તેની મદદથી તમારા ફોનમાં પ્રવેશી શકે છે. જો તમે GIF ઈમેજને ઓપન કરવાની ટેવ ધરાવો છો તો આ ટેવ હવે બદલી નાંખજો નહીંતર તમારા માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
શું છે આ GIF ઇમેજ હેકિંગ
હેકર્સ GIF ઈમેજીસમાં ફિશીંગ એટેક પણ લગાવી રહ્યા છે. તેને GIFShell નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષ સુધી વોટ્સએપમાં એક નબળાઈ હતી જેના કારણે હેકર્સ ફક્ત GIF ઇમેજ મોકલીને કોઈ પણ ફોન હેક કરી શકતા હતા. વોટ્સએપે આ નબળાઈને ઠીક કરી દીધી છે, પરંતુ યુઝર્સની ભૂલને કારણે હેકર્સ હજુ પણ તમારા વોટ્સએપ અને ફોનનો એક્સેસ મેળવી શકે છે.
ક્યાંક તમારા ફોનમાં તો ચાલુ નથી ને આ સેટિંગ?
WhatsAppમાં Media Auto Download ની સુવિધા ઘણા લોકોના ફોનમાં ચાલુ હોય છે. જો તમે પણ આ સેટિંગ બંધ કર્યું નથી તો અજાણ્યા સોર્સમાંથી આવતા વીડિયો, GIF, ઇમેજ અથવા અન્ય ફાઇલો જાતેજ ડાઉનલોડ થઈ જશે. હેકર્સ તેનો ફાયદો ઉઠાવી લે છે.
આ છે સેટિંગને બંધ કરવાની રીત
યુઝર્સ આ સેટિંગને સરળતાથી બદલી શકે છે. આ માટે તમારે વોટ્સએપના સેટિંગમાં જવું પડશે. અહીં તમને સ્ટોરેજ અને ડેટાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરવું પડશે. હવે તમને ઓટોમેટિક મીડિયા ડાઉનલોડનો વિકલ્પ મળશે. તમારે આ સેટિંગ બંધ કરવુ પડશે. આ રીતે તમે સરળતાથી હેકર્સના પ્રવેશને રોકી શકો છો.
આ પણ વાંચોઃ મલાઇકાએ બહેનને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસોઃ અમૃતા થઇ ગઇ શોક્ડ!!!