ટ્રેન્ડિંગધર્મ

મહા પુર્ણિમાના દિવસે આ કામ કરશો તો થશે ભગવાન વિષ્ણુની કૃપા

Text To Speech

શાસ્ત્રોમાં આમ તો તમામ પુર્ણિમાનુ વિશેષ મહત્ત્વ છે, પરંતુ મહા માસની પુનમને વિશેષ ફલદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સ્વર્ગમાંથી તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગામાં સ્નાન કરે છે. તેથી આ દિવસે ગંગા કે કોઇ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે માઘ પુર્ણિમાં 5 ફેબ્રુઆરી 2023ના રોજ છે. આ દિવસે કેટલાય શુભ સંયોગ બની રહ્યા છે. આ દિવસે કરાતા દાનનું પણ વિશેષ મહત્ત્વ છે. મહા માસની પુનમને માઘ પુર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.

મહા પુર્ણિમાના દિવસે આ કામ કરશો તો થશે ભગવાન વિષ્ણુની કૃપા hum dekhenge news

મહા પુર્ણિમા 2023ના શુભ મુહુર્ત

મહા પુર્ણિમાનો આરંભ 4 ફેબ્રુઆરી શનિવારે રાતે 9.29 વાગ્યે થશે અને તેનું સમાપન 5 ફેબ્રુઆરી રવિવારે રાતે 11.58 વાગ્યે થશે. ઉદયાતિથિ અનુસાર માધ પુર્ણિમા 5 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે. આ દિવસે સર્વાર્થ સિધ્ધિ યોગની શરૂઆત સવારે 7.07થી થશે, જે બપોરે 12.13 મિનિટ સુધી રહેશે. આ દિવસે પુષ્ય નક્ષત્ર અને અશ્લેષા નક્ષત્ર પણ છે. આ નક્ષત્ર મહા પુર્ણિમા માટે ખુબ જ શુભ માનવામાં આવે છે.

માધ પુર્ણિમાનું મહત્ત્વ

માઘ પુર્ણિમાનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં પણ જોવા મળે છે. પ્રયાગરાજમાં એક મહિનાનો કલ્પવાસ કરનારા શ્રદ્ધાળુઓ મહા પુર્ણિમાના દિવસે તેનું સમાપન કરે છે. કલ્પવાસ કરનારા શ્રદ્ધાળુઓ આ દિવસે ગંગા મૈયાની પુજાઅર્ચના કરે છે. ત્યારબાદ સાધુ સંતો અને બ્રાહ્મણોને આદરપુર્વક ભોજન કરાવે છે. એવી પણ માન્યતા છે કે મહાપુર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવાથી જીવનના તમામ કષ્ટો દુર થઇ જાય છે. દુખ દર્દ અને બિમારીઓમાંથી મુક્તિ મળે છે.

મહા પુર્ણિમાના દિવસે આ કામ કરશો તો થશે ભગવાન વિષ્ણુની કૃપા hum dekhenge news

આ દિવસે શું કરવું જોઇએ

માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન કરવું જોઈએ. જો ગંગા સ્નાન શક્ય ન હોય તો તમે પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો. સ્નાન કર્યા પછી ‘ઓમ નમો નારાયણ’ મંત્રનો જાપ કરો. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો અને સૂર્યદેવની પૂજા કરો અને જળમાં તલ અર્પિત કરો. તે પછી પૂજા શરૂ કરો અને ચરણામૃત, ફળ, ફૂલ, કુમકુમ, પંચગવ્ય, સોપારી, દુર્વા વગેરે ભોગ તરીકે ચઢાવો. છેલ્લે આરતી અને પ્રાર્થના કરો. માતા લક્ષ્મીની પૂજા પૂર્ણિમાના દિવસે કરવી જોઈએ. પૂર્ણિમાના દિવસે ચંદ્ર પણ અર્ઘ્ય આપવો જોઈએ. આ સાથે આ દિવસે ચંદ્ર સ્ત્રોતનો પણ પાઠ કરવા જોઈએ.

Back to top button