વિશેષ

રોજ કરશો આ કામ તો દસ ગણી વધશે ઘરની સુખ સમૃદ્ધિ

Text To Speech
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલાક સરળ ઉપાયોથી ઘરની નેગેટિવ એનર્જી ઘટાડી શકાય છે. તમારા ઘરની સુખ સમૃદ્ધિ માટે રોજ આ કામ કરો.

ઘરમાં પોઝિટિવ એનર્જી વધે તો ધન-ધાન્ય પણ વધે છે. ઘરની નેગેટિવ એનર્જી તમારી સફળતામાં બાધા ઉત્પન્ન કરે છે. નકારાત્મક ઉર્જા વધવાથી સુખ-સમૃદ્ધિ પર ખરાબ અસર પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલાક સરળ ઉપાયોથી ઘરની નેગેટિવ એનર્જી ઘટાડી શકાય છે. તમારા ઘરની સુખ સમૃદ્ધિ માટે રોજ આ કામ કરો.

ઘરને સ્વચ્છ રાખો

ઘરમાં રહેલી ગંદકી નેગેટિવ એનર્જીને એટ્રેક્ટ કરે છે, તેથી હંમેશા તમારા ઘરને સાફ સુથરું રાખો. ફાલતૂ સામાન એકઠો ન કરો. ભંગારને આજે જ ઘરની બહાર કરો.

દીપક પ્રગટાવો

ઘરના પ્રવેશદ્વાર પાસે સાંજના સમયે રોજ દીવો પ્રગટાવો. જેના કારણે નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશી ન શકે. એવી માન્યતા છે કે સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવવાથી મા લક્ષ્મીનું આગમન થાય છે.

રોજ કરશો આ કામ તો દસ ગણી વધશે ઘરની સુખ સમૃદ્ધિ hum dekhenge news

તોરણ લગાવો

ઘરમાંથી નેગેટિવ એનર્જીને દૂર ભગાડવા માટે આંબાના પાનનું તોરણ બનાવીને મુખ્ય દ્વાર પર લગાવો. ધ્યાન રાખો કે તોરણમાં ઉપયોગમાં લેવાયેલા પાંદડા લીલા હોવા જોઈએ, સૂકાયેલા કે કપાયેલા, તૂટેલા નહીં.

મીઠાના પોતા

જો તમારા ઘરમાં રોજ ક્લેશનો માહોલ રહેતો હોય તો બની શકે તેની પાછળ નેગેટિવ એનર્જી કારણભૂત હોય. પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે.

સૂર્યનારાયણને જળ ચઢાવો

રોજ સૂર્યને જળ ચઢાવવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહને મજબૂત બનાવી શકાય છે. સૂર્ય ગ્રહનો સંબંધ માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠા સાથે માનવામાં આવે છે.

તુલસી પૂજન

તુલસીજીને રોજ અર્ઘ્ય આપવાથી અને સવાર-સાંજ તેમની સમક્ષ ઘીનો દીવો કરવાથી સુખ શાંતિ વધે છે. તુલસીજી માતા લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે. શુક્રવારનું વ્રત રાખવાથી અને લક્ષ્મી સૂક્તમના પાઠ કરવાથી આર્થિક તકલીફો દૂર થાય છે.

આ પણ વાંચોઃ  બરસાનામાં આજે લઠ્ઠમાર હોળી: એક મહિના સુધી મથુરાની ગલીઓમાં હર્ષોલ્લાસનો માહોલ

Back to top button