ટ્રાવેલટ્રેન્ડિંગધર્મ

સાઉથના આ પાંચ મંદિરોના દર્શન નહિ કરો તો હંમેશા થશે અફસોસ

  • દક્ષિણ ભારત તેની સુંદરતા, તેના કલ્ચરની સાથે સાથે તેના મંદિરો માટે પણ ખૂબ ફેમસ છે. સાઉથના મંદિરોના દર્શન તમને આહ્લાદક અહેસાસ કરાવશે, આ મંદિરોની મુલાકાત ખાસ લેજો 

HD ન્યુઝ ડેસ્કઃ જો તમે પણ દક્ષિણ ભારત સાઈડ ફરવાનો પ્લાન કરી રહ્યા હો, તમે ભવિષ્યમાં ફેમિલી કે મિત્રો સાથે સાઉથ ઈન્ડિયાની મુલાકાતે જવાના હો તો જતા પહેલા આ ખાસ વાંચી લેજો. સાઉથમાં ખૂબ જ સુંદર મંદિરો છે તે તો આપણે જાણીએ છીએ. દક્ષિણ ભારત તેની સુંદરતા, તેના કલ્ચરની સાથે સાથે તેના મંદિરો માટે પણ ખૂબ ફેમસ છે. જાણો એવા કયા મંદિરો છે જેની મુલાકાત નહીં લીધાનો તમને આજીવન અફસોસ થશે.

દક્ષિણ ભારતના પાંચ પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત લાઈફમાં એક વખત તો લેવી જ જોઈએ. અહીંના મંદિરોનું માત્ર ધાર્મિક મહત્વ નથી, પરંતુ તેની સુંદરતા અહીં આવનારા લોકોના દિલ જીતી લે છે. જાણો એ પાંચ મંદિરો વિશે.

સાઉથના આ પાંચ મંદિરોના દર્શન નહિ કરો તો હંમેશા થશે અફસોસ hum dekhenge news

તિરુપતિ તિરુમાલા મંદિર

દક્ષિણ ભારતનું સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત ભગવાન વિષ્ણુનું તિરુપતિ તિરુમાલા મંદિર આંધ્ર પ્રદેશ રાજ્યના ચિત્તૂરમાં આવેલું છે. દક્ષિણ ભારતની મુલાકાત લેનારી વ્યક્તિ આ મંદિરના દર્શન કર્યા વિના પરત ફરતી નથી. માત્ર ભારતમાંથી જ નહીં, વિદેશમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.

અયપ્પાનું સબરીમાલા મંદિર

આ ઉપરાંત ભગવાન અયપ્પાનું સબરીમાલા મંદિર પણ શ્રદ્ધાળુઓમાં લોકપ્રિય છે. આ મંદિર ભગવાન અયપ્પાને સમર્પિત છે. આ મંદિર કેરળના પ્રખ્યાત મંદિરોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિરની આસપાસ તમને બીજા ઘણા મંદિરો જોવા મળશે. અહીંનો નજારો તમારા હૃદયને સ્પર્શી જશે.

સાઉથના આ પાંચ મંદિરોના દર્શન નહિ કરો તો હંમેશા થશે અફસોસ hum dekhenge news

મદુરાઈ મીનાક્ષી મંદિર

જો તમે દક્ષિણ ભારત તરફ જઈ રહ્યા છો, તો તમે મદુરાઈ મીનાક્ષી અમ્મન મંદિર જઈ શકો છો. આ દક્ષિણ ભારતનું સૌથી લોકપ્રિય મંદિર માનવામાં આવે છે. ભારતના તમામ ભાગોમાંથી દરરોજ લોકો અહીં મુલાકાત લેવા આવે છે. આ મંદિર દક્ષિણ ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક માનવામાં આવે છે.

રામેશ્વરમ મંદિર

આ સિવાય રામેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. દક્ષિણ ભારતમાં આવેલું આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર રામ સેતુ પાસે બનેલું છે. આ કારણે અહીંનો નજારો ખરેખર જોવા જેવો છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન રામે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી.

વિરુપાક્ષ મંદિર

દક્ષિણ ભારતનું વિરૂપાક્ષ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભારત સહિત અનેક દેશમાંથી લોકો અહીં દર્શન કરવા આવે છે. આ મંદિર વિજયનગર સામ્રાજ્યના સમયમાં બનાવવામાં આવ્યું હતું. તેની કોતરણી જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. તમે તમારા પરિવાર સાથે આ તમામ મંદિરોમાં દર્શન કરવા જઈ શકો છો. તમને દર્શનનો કદી નહીં થયો હોય તેવો અનુભવ આ મંદિરોમાં થશે.

આ પણ વાંચોઃ ખુશનુમા મોસમ પસંદ હોય તો દેશની આ જગ્યાઓને કરો એક્સ્પ્લોર

Back to top button