ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગ

મતદાન કાર્ડ નહીં હોય તો આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને પણ કરી શકશો વોટિંગ

1 ડિસેમ્બર ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં ગત ચૂંટણીમાં 70 થી 72 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચના પ્રયત્નો છે કે, 2022માં વધુમાં વધુ મતદાન થાય. ચૂંટણી પંચે વધુ મતદાન થાય તે હેતુથી અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજ્યા છે. કોઇ પણ વ્યક્તિ, જે મતદાન કરવા ઇચ્છતો હોય તે મતદાન કર્યા વગર રહી ન જાય અને એક જાગૃત નાગરિક તરીકે દરેક વ્યક્તિ પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચુંટણીપંચ પણ સજાગ છે. આ માટે કેટલીક ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. કેટલીકવાર મતદાન કાર્ડ ન હોય કે ખોવાઇ ગયુ હોય તેવા લોકો મતદાન કરવાનું ટાળતા હોય છે. જો કે, ચૂંટણી પંચે જે લોકો પાસે મતદાન કાર્ડ નથી અને મતદાન યાદીમાં નામ છે તેવા લોકો માટે પણ વ્યવસ્થા કરી છે. મતદાન દરેક વ્યક્તિનો અધિકાર છે અને લોકશાહીમાં તેનો ઉપયોગ થવો જ જોઇએ.

ચૂંટણી પંચના કાયદા પ્રમાણે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતા પહેલા મતદારે મતદાન ફોટોગ્રાફ કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. રાજ્યમાં તમામ બુથ પર પારદર્શક મતદાન થાય અને કોઈ પણ પ્રકારનું બોગસ વોટિંગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ માટે જ મતદાન કરવા માટે આવનાર વ્યક્તિએ પોતાનું ઓળખ કાર્ડ ફોટા સાથેનું રજૂ કરવાનું રહે છે. ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે બાર દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.

મતદાન કાર્ડ નહીં હોય તો આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને પણ કરી શકશો વોટિંગ hum dekhenge news

મતદાન કાર્ડ ન હોય તો 12 દસ્તાવેજનો ઉપયોગ કરી શકશો
ચૂંટણીના દિવસે મતદાનની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે. જે મતદાર પાસે મતદાર કાર્ડ નથી તેની અવેજીમાં 12 દસ્તાવેજો ભારતીય ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે, જે રજૂ કરીને મતદાન કરી શકાશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ મનરેગા હેઠળ આપવામાં આવતા જોબકાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઈ દ્વારા ઇશ્યૂ કરેલા સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ ,પેન્શન ડોક્યુમેન્ટ,કંપનીઓના કર્મચારીઓને ઇશ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખ પત્રો, સાંસદ સભ્ય ધારાસભ્ય વિધાન પરિષદ સભ્યોના ઇશ્યૂ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકાર અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય દ્વારા યુનિક ડિસીબીલીટી આઈડી કાર્ડ નો સમાવેશ થાય છે. જે રજૂ કરી મતદાન કરી શકાય છે.

આ ઉપરાંત બિનવારસી ભારતીયની જો મતદાર તરીકે નોંધણી કરેલી હોય તો તેઓ મતદાન મથકે ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરીને મતદાન કરી શકશે. રાજ્યમાં ગત ચૂંટણી કરતા વધુ મતદાન થાય તેમજ ઓળખ કાર્ડને લઈને મતદારોને કોઈ તકલીફ ના પડે તે માટે ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં PM મોદીનો પ્રચંડ પ્રચાર, આલતીકાલે 30 કિમી લાંબો રોડ શો યોજશે

Back to top button