ટ્રેન્ડિંગધર્મ

રંગભરી એકાદશી પર ન કરતા આ કામ, થશે ધનની હાનિ

Text To Speech
  • આમલકી એકાદશી કે રંગભરી એકાદશી ખાસ માનવામાં આવે છે. આ શુભ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અન દ્વાદશી પર પારણાં કરે છે. આ ઉપરાંત કેટલાક સાધકો વિશેષ પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુના મંદિર જાય છે. એકાદશી મહિનામાં બે વખત આવે છે.

19 માર્ચ, અમદાવાદઃ આજે 19 માર્ચના રોજ આમલકી એકાદશી કે રંગભરી એકાદશી છે. સનાતન ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ છે. આમલકી એકાદશી કે રંગભરી એકાદશી ખાસ માનવામાં આવે છે. આ શુભ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અન દ્વાદશી પર પારણાં કરે છે. આ ઉપરાંત કેટલાક સાધકો વિશેષ પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુના મંદિર જાય છે. એકાદશી મહિનામાં બે વખત આવે છે. એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની. એકાદશી પર કેટલીક વસ્તુઓ કરવાથઈ ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે અને આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થાય છે. તેથી વ્રત રાખનાર વ્યક્તિએ ભૂલથી પણ કેટલાક કામ ન કરવા જોઈએ.

રંગભરી એકાદશી પર ન કરતા આ કામ, થશે ધનની હાનિ hum dekhenge news

રંગભરી એકાદશી પર શું ન કરવું?

  • રંગભરી એકાદશી પર ભાત-ચોખાનું સેવન ન કરવું, એવી માન્યતા છે કે ભાતનું સેવન કરવાથઈ દોષ લાગે છે.
  • તુલસીના પાન વિષ્ણુ ભગવાનને ખૂબ જ પ્રિય છે. તેના વગર ભગવાનને ભોગ પણ લગાવાતો નથી. તેથી રંગભરી એકાદશી પર ભૂલથી પણ તુલસીના પત્તાને સ્પર્શન કરવો અને તેને ભૂલે ચૂકે પણ તોડવા નહીં. તુલસીના પાન તોડવાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
  • ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ અવસર કે પછી પૂજા-પાઠ દરમિયાન કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. તેથી રંગભરી એકાદશી પર કાળા રંગના કપડા પહેરવાથી બચો. પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા અત્યંત શુભ છે.
  • રંગભરી એકાદશીના દિવસે ભૂલથી પણ માસ-મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે તામસિક ભોજન કરવાથી પણ ભગવાન વિષ્ણુ નારાજ થાય છે.
  • કોશિશ કરો કે આજના દિવસે કોઈની દિલ ન દુભવો અને વાદ-વિવાદથી પણ બચો. કોઈનું અપમાન ન કરો.

આ પણ વાંચોઃ કૃતિ ખરબંદા પહોંચી સાસરે અને પહેલી રસોઈમાં બનાવ્યો હલવો

Back to top button