ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

આ વસ્તુને રાંધશો તો પોષકતત્વો થશે ગાયબઃ કાચા ખાશો તો લાભ જ લાભ

હેલ્ધી અને ઓછી કેલરી વાળા ડાયેટ ફુડ માટે ફળ અને શાકભાજી સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે. તેમાં રાંધેલા ખોરાક કરતા વધુ માત્રામાં પોષકતત્વો હોય છે. તેમાં કેલરીની માત્રા બિલકુલ ઓછી હોય છે, કેમકે તેને તેલમાં પકાવાની ઝંઝટ હોતી નથી. કેટલાય ફળ અને શાકભાજી તો એવા હોય છે કે તેને પકાવાથી તેમાં રહેલા જરૂરી પોષક તત્વો ખતમ થઇ જાય છે. તેથી તેને કાચા ખાવા જ ફાયદાકારક છે. જો તમે આ ફુડ્સને તમારા ડાયેટમાં સામેલ કરવા જઇ રહ્યા હો તો તેને કાચા જ ખાવ, જેથી તેમાં રહેલા બધા ન્યુટ્રીશન સરળતાથી મળી જાય.

આ વસ્તુને રાંધશો તો પોષકતત્વો થશે ગાયબઃ કાચા ખાશો તો લાભ જ લાભ hum dekhenge news

ડુંગળી

ડુંગળી એવુ શાક છે, જે લગભગ દરેક ઘરમાં રોજ ઉપયોગમાં લેવાય છે. તેને દાળ, શાકભાજી, ગ્રેવી બનાવવા માટે પકવવામાં આવે છે. જો તમે ડુંગળીના તમામ પોષકતત્વો લેવા ઇચ્છો છો તો તેને કાચી કે સલાડના રૂપમાં ખાવ. ડુંગળીમાં રહેલા પોષકતત્વો હાર્ટની બિમારીને ઘટાડવાની સાથે સાથે બોન ડેન્સિટી વધારવાનું અને બ્લડ પ્રેશર ધટાડવાનું કામ કરે છે.

બીટ

બીટ આયરનથી ભરપૂર શાક છે. જે કાચુ ખાવુ ફાયદાકારક છે. બીટનો સલાડ કે જ્યુસ બનાવીને પીવાથી બીટના તમામ પોષકતત્વો મળે છે. બીટ ખાવાથી બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. આ શાક એનર્જી પણ ભરપૂર માત્રામાં આપે છે.

 

આ વસ્તુને રાંધશો તો પોષકતત્વો થશે ગાયબઃ કાચા ખાશો તો લાભ જ લાભ hum dekhenge news

ટામેટા

ટામેટાની ગ્રેવી આપણે ઘણા શાકભાજીમાં ઉપયોગમાં લેતા હોઇશુ. જો તમે ટામેટાના સંપુર્ણ પોષકતત્વોનો ફાયદો લેવા ઇચ્છો છો તો તેને સલાડના રૂપમાં ખાવુ ફાયદાકારક છે. ટામેટાને રાંધવામાં આવે તો તેના જરૂરી પોષકતત્વો ખતમ થઇ જાય છે.

લસણ

લસણને કાચુ ખાવુ થોડુ મુશ્કેલ છે, પરંતુ તે કાચુ ખાવુ ફાયદાકારક છે. રોજ સવારે કાચુ લસણ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલને ખતમ કરવામાં મદદ મળે છે. સાથે સાથે લંગ કેન્સરનો ખતરો પણ ઘટે છે. બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવાની સાથે સાથે લસણ ઇમ્યુનિટીને પણ બુસ્ટ કરે છે.

આ વસ્તુને રાંધશો તો પોષકતત્વો થશે ગાયબઃ કાચા ખાશો તો લાભ જ લાભ hum dekhenge news

બ્રોકલી

બ્રોકલી હેલ્ધી શાકભાજીમાંથી એક છે. તેને ડાયેટમાં જરૂર સામેલ કરવી જોઇએ. બ્રોકલીને હંમેશા કાચા સલાડના રૂપમાં ખાવી જોઇએ. જો તમે તેને પકવવા ઇચ્છો છો તો મીઠાના પાણીમાં સહેજ ઉકાળો. આ રીતે બ્રોકલી ખાવાથી તમામ ન્યુટ્રિશન અને વિટામીન-મિનરલ્સ મળે છે. બ્રોકલી ખાવાથી કેન્સરની કોશિકાઓ ખતમ કરવામાં મદદ મળે છે.

શિમલા મિર્ચ

રિપોર્ટ્સ મુજબ શિમલા મિર્ચ એટલે કે કેપ્સીકમને પણ ડેઇલી ડાયેટમાં સામેલ કરવા જોઇએ. જોકે તેને કાચા ખાવા જ હેલ્થ માટે બેસ્ટ છે. તેમાંથી વિટામીન સી, વિટામીન બી-6, વિટામીન ઇ મળે છે. મેગ્નેશિયમથી ભરપૂર કેપ્સીકમને પકાવવાથી તેમાંથી જરૂરી પોષકતત્વો ખતમ થઇ જાય છે.

આ પણ વાંચોઃ WPL 2023 Auction Live: સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી, હરમનપ્રીત પર મુંબઈએ લગાવ્યો દાવ

Back to top button