ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઠંડીમાં ખાસ કરજો આ બે બીજનું સેવન, મળશે મોટા ફાયદા

  • જો તમે ડાયેટમાં આ બે બીજને સામેલ કરી લેશો તો તમને હ્રદયથી લઈને મગજ સુધી ખૂબ ફાયદો થશે. આ બંને બીજમાં પોષક તત્વોનો ખજાનો છુપાયેલો છે. જે શરીરની લગભગ તમામ મોટી બીમારીઓમાં લાભકારી છે.

આજકાલ મોટાભાગના લોકો આરોગ્યને લઈને જાગૃત રહે છે. ખુદને હેલ્ધી રાખવા માટે યોગ્ય લાઈફસ્ટાઈલ અપનાવવાની સાથે સાથે ખાણીપીણી પણ જરૂરી છે. ઠંડીમાં ખાસ તમે આ બે બીજને ખાવા લાગશો તો ખૂબ ફાયદો થશે. જો તમે ડાયેટમાં અળસી અને તલને સામેલ કરી લેશો તો તમને હ્રદયથી લઈને મગજ સુધી ખૂબ ફાયદો થશે. આ બંને બીજમાં પોષક તત્વોનો ખજાનો છુપાયેલો છે. જે શરીરની લગભગ તમામ મોટી બીમારીઓમાં લાભકારી છે.

તલમાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી, મેગ્નેશિયમ, કોપર, સેલેનિયમ સહિત અનેક પોષક તત્ત્વો જોવા મળે છે, જ્યારે અળસીમાં હેલ્ધી ફેટ તેમજ ડાયેટરી ફાઈબર, વિટામિન બી, સી, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફોલેટ અને અન્ય પોષક તત્વો હોય છે. આ બંને બીજનું સેવન અનેક બીમારીઓને તમારી આસપાસ ફરકવા દેતું નથી.

તલ અને ફ્લેક્સસીડ ખાવાના ફાયદા

ઠંડીમાં ખાસ કરજો આ બે બીજનું સેવન, મળશે મોટા ફાયદા hum dekhenge news

કોલેસ્ટ્રોલ

હૃદયની બીમારીઓનું મુખ્ય કારણ ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવું છે. આવી સ્થિતિમાં, ફ્લેક્સસીડ અને તલમાં રહેલા પોષક તત્વો ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું અને સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે.

હાડકાં

ફ્લેક્સસીડ અને તલ બંનેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેથી જો આ બીજનું નિયમિત સેવન કરવામાં આવે તો તે હાડકાંને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

મેન્ટલ હેલ્થ

શારીરિકની સાથે માનસિક આરોગ્ય માટે અળસી અને તલનું સેવન ખૂબ ગુણકારી છે. તેને ખાવાથી ઊંઘ સાથે જોડાયેલી સમસ્યાઓમાં લાભ મળે છે. અળસી અને તલ થાકને દૂર કરીને શરીરને એનર્જેટિક બનાવે છે.

હાઈ બીપી

જે લોકોને હાઈ બીપીની સમસ્યા છે તેઓ અળસી અને તલને ખાઈને બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરી શકે છે. તેમાં રહેલું પોટેશિયમ અને અન્ય તત્વ બ્લડ પ્રેશરને ઘટાડવામાં અસરદાર હોય છે.

ડાયાબિટીસ

ફ્લેક્સસીડને ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ માનવામાં આવે છે. તેમાં હાજર ડાયેટરી ફાઈબર માત્ર હૃદય માટે ફાયદાકારક છે. તે શુગરને વધવા રોકે છે. તલ પણ ડાયાબિટીસ માટે બેસ્ટ છે.

વજન

જો તમે વધતા વજનથી પરેશાન છો તો આજથી જ અળસી અને તલ ખાવાનું શરૂ કરી દો. તેમાં રહેલા ફાઈબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તેના કારણે ક્રેવિંગ ઓછું થાય છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ શું છે પ્રાણ પ્રતિષ્ઠા? કેવી રીતે થાય છે સંપન્ન? જાણો તેના વિશે બધું જ

Back to top button