કરવા ચોથ બાદ આ રીતે ઉપવાસ તોડશો તો નહીં થાય પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ !


કરવા ચોથ એ પરિણીત મહિલાઓ માટે ખૂબ જ ખાસ દિવસ હોય છે. આ દિવસે મહિલાઓ તેમના પતિના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ ઓછામાં ઓછા 12 થી 14 કલાકનો ઉપવાસ રાખે છે, જેમાં તેઓ પાણી પણ પીતી નથી. આ વ્રતને મહિલાઓ રાત્રે ચંદ્રને જોયાં બાદ, તેમનાં પતિનાં આર્શિવાદ લીધા બાદ જ ઉપવાસ તોડે છે.
આ પણ વાંચો : સરગી વગર અધુરી છે કરવા ચોથ ! જાણો મહત્વ અને શુભ મૂહર્ત
જો કે, ઘણા લોકોને ઉપવાસ તોડ્યા પછી પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે ઉપવાસ દરમિયાન આખો દિવસ પાણી ન પીવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે, તો ઉપવાસ તોડ્યાં બાદ તરત જ કઈંક વસ્તું ખાવાથી કે પીવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.
જ્યારે તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો ત્યારે શું થાય છે?
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી આપણી પાચન તંત્ર જે ઉત્સેચકો ઉત્પન્ન કરે છે તે બનવાનું બંધ થઈ જાય છે. જો તમે એક કલાક પણ ઉપવાસ કરો છો, તો તમારા પેટનું રક્ષણાત્મક મ્યુકોસ લેયર પાતળું થઈ જાય છે, જે પેટની દિવાલોને ગેસ અને પેટનું ફૂલવાં જેવી સમસ્યાઓ માટે વધુ સંવેદનશીલ બનાવે છે. તેથી, સલાહ આપવામાં આવે છે કે ઉપવાસ બાદ એવો ખોરાક ખાવો જોઈએ જે પચવામાં સરળ હોય.
ઉપવાસ તોડતી વખતે શું કરવું જોઈએ?
પાણી પીવો
શરીરના દરેક અંગને યોગ્ય રીતે કામ કરવા માટે, પાણીનું સેવન યોગ્ય રાખો. લાંબા સમય સુધી ઉપવાસને કારણે શરીરમાં પાણીની અછત થાય છે, તેથી પીએચ સ્તર પણ ઘટી જાય છે, જેને જાળવી રાખવાની જરૂર છે. પાણીની નાની ચુસ્કીઓ સાથે ઉપવાસ ખોલો અને ઝડપથી એક ગ્લાસથી વધુ પાણી ન પીવો, તેની કાળજી લો.
તાજા ફળોનો રસ પીવો
લાંબા ઉપવાસ પછી ફાઇબર ઉમેરવા માટે ખાંડ અથવા નાળિયેર પાણી વગરના તાજા ફળોનો રસ પણ એક સારો માર્ગ છે. ફળોમાં રહેલી પ્રાકૃતિક ખાંડ શરીરની ખોવાયેલી ઉર્જા પાછી લાવવાનું કામ કરે છે. જે ગેસ અને પેટનું ફૂલવું પણ અટકાવે છે.
શાકભાજીનાં સૂપ પીવો
લાંબા સમય સુધી ઉપવાસ કરવાને કારણે આપણું પાચન ધીમુ પડી જાય છે, જેના કારણે સમસ્યા થાય છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો ભલામણ કરે છે કે ઉપવાસ તોડવા માટે ઘરે રાંધેલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે. ઉપરાંત શાકભાજીનાં સૂપ પીવા જોઈએ, જેથી શરીરને પોષણ મળી રહે.
પુષ્કળ દહીં ખાઓ
દહીં બેક્ટેરિયાથી ભરેલું હોય છે, જે પાચનને વેગ આપીને ચયાપાચયને વેગ આપે છે. ખાસ કરીને આખો દિવસ ઉપવાસ કર્યા પછી દહીંનું સેવન કરવાથી તમારી પાચનક્રિયા સ્વસ્થ રહેશે.
અખરોટનું સેવન કરો
ઉપવાસ દરમ્યાન કે ઉપવાસ બાદ ડ્રાયફ્રુટ્સમાં ખાવાથી તમને ઉર્જાવાન અને તાજગીનો અનુભવ થશે. અખરોટ એ તંદુરસ્ત ચરબી, વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર હોય છે, જે શરીરને ખોવાયેલા પોષક તત્વો પ્રદાન કરે છે.
ખાંડથી દૂર રહો
ઉપવાસ તોડતી વખતે ગળ્યું વસ્તું ભૂલથી પણ ન ખાવી જોઈએ. પેટનું ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યાઓ ટાળવા માટે ઉપવાસ તોડ્યા પછી મીઠું, તળેલું અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો.