આખો દિવસ બગાસા આવતા હોય તો ચેતજોઃ આ રોગના લક્ષણો હોઇ શકે છે
આમ તો બગાસા આવવા એકદમ નોર્મલ છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમારી ઉંઘ પુરી ન થઇ હોય, પરંતુ શું તમે એ લોકોમાં સામેલ છો જે દિવસભર કેટલીયે વાર બગાસા ખાધા કરે છે. જો તમને વારંવાર બગાસા આવવાની તકલીફ હોય તો ચેતી જજો. આપણા શરીરમાં કેટલીક બિમારીઓ શરૂઆતના સ્ટેજમાં સંકેત આપી દે છે. તેમાંથી એક છે બગાસા આવવા. કોઇ વ્યક્તિને દિવસમાં પાંચથી 18 વખત સુવાના સમયે બગાસા આવે તો તે નોર્મલ કહી શકાય, પરંતુ જો કોઇ વ્યક્તિને ઉંઘીને ઉઠ્યા બાદ પણ બગાસા આવે તો તે બિમારીનો ખતરો હોઇ શકે છે.
બગાસા આવવાના સામાન્ય લક્ષણો
- તે શરીર થાકેલુ હોવાના સંકેત આપે છે. રાતે ઉંઘ પુરી ન થઇ હોય તો બગાસા આવવા નોર્મલ છે.
- દિવસભર સુસ્તી અને આળસના લીધે બગાસા આવી શકે છે.
- ક્યારેક સમય કરતા પહેલા ઉઠી જવાના લીધે બગાસા આવે છે.
- ક્યારેક આવુ કોઇ દવાની સાઇડ ઇફેક્ટ્સના લીધે પણ થાય છે.
- મેટાબોલિઝમ ઠીક ન હોય તો પણ બગાસા આવી શકે છે.
સ્લીપ એપનિયા
સ્લીપ એપનિયા એક પ્રકારનો સ્લીપિંગ ડિસઓર્ડર છે. તેમાં સુતી વખતે શ્વાસ રોકાઇ જાય છે અને આ કારણે ઉંઘમાં ખલેલ પડે છે. ઉંઘ ન આવવાના લીધે વ્યક્તિ થાક અનુભવે છે. તેથી તેને આખો દિવસ બગાસા આવ્યા કરે છે.
નાર્કોલેપ્સી
નાર્કોલેપ્સી ઉંઘ સાથે જોડાયેલી તકલીફ છે. આ બિમારીના લીધે વ્યક્તિ ગમે ત્યારે અને ગમે ત્યાં સુઇ જાય છે. દિવસભર ઉંઘ આવવાના લીધે આ બિમારીથી પીડિત વ્યક્તિ બગાસા ખાતો રહે છે.
ઇંસોમનિયા
સ્લીપ એપનિયાની જેમ ઇન્સોમનિયા ઉંઘ સાથે જોડાયેલી બીમારી છે. તેમાં વ્યક્તિને રાતે ઉંઘ નથી આવતી અને જો ઉંઘ ઉડી જાય તો ફરી વખત સુવુ મુશ્કેલ બની જાય છે. ઉંઘની બિમારીના શિકાર લોકોને ઉંઘ પુરી ન થવાથી વધુ બગાસા આવે છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસના શરૂઆતના લક્ષણોમાં બગાસા આવવા પણ છે. શરીરમાં ગ્લુકોઝ લેવલ ઘટવાથી અને હાઇપોગ્લાઇસીમિયાનો શિકાર થવા પર પણ ખુબ બગાસા આવે છે.
હાર્ટની બિમારી
જો ઉંઘ પુરી થયા બાદ પણ દિવસભર બગાસા આવી રહ્યા હોય તો રિસર્ચ મુજબ દિલની આસપાસ બ્લીડિંગ કે હાર્ટએટેકનો ખતરો હોવાના લીધે આમ બને છે.
આ પણ વાંચોઃ ફ્રુટ ચાટના શોખીન લોકો ભુલથી પણ આ વસ્તુઓ એકસાથે ન ખાતાઃ થઇ શકે છે ખુબ નુકશાન