જો તમે આ ફોનનો ઉપયોગ કરો છો તો તમને નહિ મળે WhatsApp સપોર્ટ, જુઓ લિસ્ટમાં સામેલ આ 35 સ્માર્ટફોનના નામ
નવી દિલ્હી, 04 ઓગસ્ટ : સમય સમય પર WhatsApp જૂના ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન પર ચાલતા સ્માર્ટફોનને સપોર્ટ આપવાનું બંધ કરે છે. આ યાદી થોડા સમય પછી અપડેટ કરવામાં આવે છે. Android અને iOS માટે સમયાંતરે અપડેટ્સ બહાર પાડવામાં આવે છે, પરંતુ ઘણા વપરાશકર્તાઓ એવા છે જેઓ ખૂબ જૂના સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યાં છે. વોટ્સએપ આવા ઉપકરણો માટે સપોર્ટ બંધ કરવા જઈ રહ્યું છે.
અહીં અમે તમને તે તમામ ફોનની યાદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓએ WhatsApp સપોર્ટ ગુમાવ્યો છે અને તેમની ચેટ્સ પણ જોખમમાં આવી ગઈ છે. વોટ્સએપ અનુસાર, એન્ડ્રોઈડ 4 કે તેથી વધુ જૂના, iOS 11 કે તેથી વધુ જૂના અને Kai OS 2.4 અને તેનાથી જૂના વર્ઝન પર ચાલતા ફોનમાં WhatsApp સેવા બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો : બિગબૉસ વિજેતા સના મકબૂલ છે ફેશન દિવાઃ જૂઓ સિઝલિંગ ફોટો
35 સ્માર્ટફોનમાં WhatsApp સપોર્ટ નહીં મળે
આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે જે ડિવાઈસ એન્ડ્રોઈડ 5 અને તેનાથી ઉપરના વર્ઝન અને iOS 11 અને તેનાથી ઉપરના વર્ઝન પર ચાલે છે તેને જ WhatsApp સપોર્ટ મળશે. વોટ્સએપ દ્વારા આ સ્માર્ટફોનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જો કે, એક વેબસાઈટ કેનાલટેકના જણાવ્યા અનુસાર, લિસ્ટમાં આવા 35 સ્માર્ટફોન છે જેણે સપોર્ટ ગુમાવ્યો છે. જેમાં Apple, Samsung, Huawei, Motorolaના સ્માર્ટફોનના નામ સામેલ છે.
આ સેમસંગ ફોન પર WhatsApp કામ કરશે નહીં
Samsung Galaxy S+
Samsung Galaxy core
Samsung Galaxy Express 2
Samsung Galaxy Grand
Samsung Galaxy Note 3 N9005 LTE
Samsung Galaxy Note 3 Neo LTE+
Samsung Galaxy S 19500
Samsung Galaxy S3 Mini VE
Samsung Galaxy S4 ACTIVE
Samsung Galaxy S4 mini I9190
Samsung Galaxy S4 mini I9192 Duos
Samsung Galaxy S4 mini I9195 LTE
Samsung Galaxy S4 Zoom
આ Apple ફોનમાં WhatsApp સપોર્ટ નહીં મળે
Apple iPhone 5
Apple iPhone 6
Apple iPhone 6S Plus
Apple iPhone 6S
Apple iPhone SE
આ Huawei ફોન પણ સામેલ
Huawei C199
Huawei GX1s
Huawei Y625
Ascend P6 S
Ascend G525
આ પણ વાંચો : 113 રૂપિયામાં મળતું હતું 11.66 ગ્રામ સોનું..! જુઓ 1959નું વાયરલ થયેલું બિલ