ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

Appleનો ઉપયોગ કરી રહ્યાં છો તો રહો સાવધાન! સરકારી એજન્સીએ જારી કર્યું એલર્ટ

Text To Speech

નવી દિલ્હી, 24 નવેમ્બર:iPhone અથવા Appleના કોઈપણ ડિવાઇસનો તમે ઉપયોગ કરો છો, તો તમારા માટે કામના સમાચાર છે. હકીકતમાં, iPhone યુઝર્સ માટે ભારત સરકાર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારત સરકારની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN)એ iPhonesની સાથે-સાથે iOS, iPadOS, MacOS, Vision OS તેમજ SafariOS માટે પણ ચેતવણી જારી કરી છે.

CERT-INએ ચેતવણી જાહેર કરી

iPhone, MacBook જેવા ડિવાઇસનો તમે ઉપયોગ કરી રહ્યા છો તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. CERT-IN અનુસાર, હાલમાં ઘણા Appleના ડિવાઇસ પર સાયબર હુમલાનો ખતરો છે, તેથી સાવચેત રહેવાની જરૂર છે. જો તમે CERT-INની ચેતવણીને અવગણશો, તો તે તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

CERT-Inએ iPhone અને Appleના અન્ય યુઝર્સને સલાહ આપી છે કે, તેઓ સાયબર હુમલાઓથી બચવા માટે તેમના ડિવાઇસને લેટેસ્ટ સોફ્ટવેરમાં તાત્કાલિક અપડેટ કરે. CERT-In અનુસાર, iPhones અને Appleના કેટલાક અન્ય ડિવાઇસમાં કેટલીક ખામીઓ જોવા મળી છે. જેના કારણે સાયબર ગુનેગારો સરળતાથી તમારા ફોનનું ઍક્સેસ મેળવી શકે છે અને તમારો અંગત ડેટા ચોરી શકે છે.

OS વર્ઝન માટે મોટો ખતરો

CERT-Inની તરફથી Apple ડિવાઇસના જે વર્ઝન માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં Apple iOS અને iPadOSની 18.1.1 અને 17.7.2 પહેલાનું વર્ઝન અને macOSની 15.1.1 પહેલાનું વર્ઝન સામેલ છે. આ સિવાય એજન્સીએ Vision OS 2.1.1ના પહેલા વર્ઝન માટે પણ ચેતવણી જારી કરી છે. CERT-In તરફથી  Safariના 18.1.1 વર્ઝન માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જો તમારા એપલ ડિવાઇસ આ મુજબની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહ્યા છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ વર્ઝન તમારા પર્સનલ ડેટાને જોખમમાં મૂકી શકે છે. એજન્સીએ આવા કોઈપણ વર્ઝનના OS પર ચાલતા ડિવાઇસને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપી છે.

આ પણ જૂઓ: WhatsApp Login : તમારું WhatsApp ક્યાં ચાલે છે? આ ટ્રીકથી પળવારમાં જાણો

Back to top button