આર્થિક સંકટથી હો પરેશાન તો ઘરમાં આજે જ કરો આ સરળ બદલાવ
- દરેક વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે અને ત્યાર બાદ આર્થિક સંકટથી પરેશાન રહે તો ચેતવા જેવું છે, જો તમે પણ આ પ્રકારની પરેશાનીઓનો સામનો કરી રહ્યા હો તો તેને હલ કરવા માટે વાસ્તુશાસ્ત્ર અપનાવો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુઓ યોગ્ય દિશામાં હોય તે ખૂબ જરૂરી છે. વાસ્તુ અનુસાર જો દરેક વસ્તુઓ યોગ્ય જગ્યાએ ન હોય તો વાસ્તુદોષ લાગી શકે છે. ઘરમાં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક સંકટનું કારણ ઘરમાં કેટલીક વસ્તુઓ યોગ્ય ન હોય તે પણ હોઈ શકે છે. દરેક વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે અને ત્યાર બાદ આર્થિક સંકટથી પરેશાન રહે તો ચેતવા જેવું છે, જો તમે પણ આ પ્રકારની પરેશાનીઓનો સામનો કરી રહ્યા હો તો તેને હલ કરવા માટે વાસ્તુશાસ્ત્ર અપનાવો. ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો ઘણી વખત પૈસાની કમી, વધારાના ખર્ચ કે અન્ય આર્થિક સમસ્યાઓ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે ઘરમાં કયા બદલાવ કરવાથી ખુશહાલી આવે છે અને સુખ-સમૃદ્ધિ મેળવી શકાય છે. આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ઘરમાં કેટલાક ફેરફાર કરો.
સાંજના સમયે ઘરમાં રોશની કરો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાંજના સમયે ઘરના ખૂણામાં પ્રકાશ હોવો જોઈએ. પૌરાણિક કથાઓ અનુસાર સાંજના સમયે દેવી-દેવતાઓ પૃથ્વી લોકનું વિચરણ કરતા હોવાની માન્યતા છે, જો સાજના સમયે ઘરમાં અંઘારુ રાખવામાં આવે તો માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી.
કીચન હંમેશા ક્લીન રાખો
કીચન ઘરનો મહત્ત્વનો હિસ્સો છે. આ સ્થાનનું વધારે ધ્યાન રાખવું જરૂરી છે. કીચનની દીવાલો લાલ, પીળા કે નારંગી રંગની હોવી જોઈએ અને તેને હંમેશા સાફ રાખવી જોઈએ. સાફ-સફાઈના કારણે માતા લક્ષ્મીના આશીર્વાદ સદા રહે છે.
પાણીની ટાંકીમાં નાંખો આ વસ્તુઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીની ટાંકીમાં શંખ, ચાંદીનો સિક્કો કે ચાંદીનો કાચબો નાખવો શુભ કહેવાય છે. વાસ્તુ અનુસાર આમ કરવાથી તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ-શાંતિ ઉપરાંત સમૃદ્ધિ પણ આવે છે.
વાદળી રંગનું પિરામિડ
ઘરની ઉત્તર દિશાને સમૃદ્ધિની કારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિશામાં વાદળી રંગના પિરામિડ લગાવવાથી પ્રગતિ થાય છે અને સાથે સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે.
આ પણ વાંચોઃ આ એન્ટી એજિંગ ફૂડ ખાશો તો નહિં પડે મોંધી ક્રીમની જરૂર