અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ઉનાળુ વેકેશનમાં કાંકરિયા જવાનું વિચારતા હોય તો આ ખાસ વાંચી લેજો, AMCએ લીધો મહત્વનો નિર્ણય

Text To Speech
  • ઉનાળુ વેકેશનમાં કાંકરિયા સોમવારે ખુલ્લુ રહેશે
  • મુલાકાતીઓનો વધતો ઘસારો જોઈ AMCએ લીધો નિર્ણય
  • વેકેશન પૂર્ણ થતા કાંકરિયા ફરીથી રાબેતા મુજબ થશે

અમદાવાદમાં ફરવાલાયક સ્થળોમાંનું એક કાંકરિયા તળાવની રોજ અનેક મુસાફરો મુલાકાત લેતા હોય છે. અને હવે ઉનાળું વેકેશન શરુ થતા અહી મુલાકાતીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે વેકેશનમાં વધતા મુલાકાતીઓને જોઈને AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે . કાંકરિયા તળાવ હવે સોમવારે પણ ખુલ્લુ રહેશે તેવું AMCએ જાહેર કર્યું છે.

કાંકરિયા તળાવ-humdekhengenews

સોમવારે પણ કાંકરિયા ખુલ્લું રહેશે

ઉનાળુ વેકેશન શરુ થાય તે પહેલા જ કાંકરિયામાં મુલાકાતીઓનો ધસારો પણ વધી રહ્યો છે.આમ તો સામાન્ય દિવસોમાં કાંકરિયામાં 10 હજાર આસપાસ મુલાકાતીઓ આવતા હોય છે. પરંતુ તહેવાર અને રજાના દિવસોમાં અહી મુલાકાતીઓની સંખ્યા વધી જતી હોય છે. ગઈ કાલની વાત કરવામા આવેતો ગઈ કાલે ઈદ અને અખાત્રી હોવાથી એક જ દિવસમાં 40 હજાર મુલાકાતીઓ આવ્યા હતા. અને ઉનાળુ વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યા વધી જવાની શક્યતા છે. જેથી પ્રવાસીઓની હાલાકી ના પડે તે માટે વેકેશન દરમિયાન સોમવારે પણ કાંકરિયા ખુલ્લું રહેવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

મેઈન્ટેનન્સ માટે સોમવારે રહે છે બંધ

મહત્વનું છે કે મેઈન્ટેનન્સ માટે કાંકરિયા તળાવને સોમવારે બંધ રાખવામાં આવે છે. ત્યારે હાલ વેકેશન પુરતુ જ કાકરિયા સોમવારે ખુલ્લુ રહેશે. વેકેશન પૂર્ણ થતા કાંકરિયા ફરીથી રાબેતા મુજબ સોમવારે બંધ રહેશે.

 આ પણ વાંચો : ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, ખનીજ માફિયાઓને ફટકાર્યો અધઘ..કરોડનો દંડ

Back to top button