શિયાળામાં સૂકી ખાંસીથી છો પરેશાન, તો અસરકારક છે આ દેશી ઉપાયો


શિયાળાની સીઝન શરૂ થતાં જ તમારા શરીર પર અનેક પ્રકારના ઈન્ફેક્શનનો એટેક થવા લાગે છે. આ પછી સૂકી ખાંસીની સમસ્યા રહે છે. એકવાર આ બીમારી થઈ જાય તો તે સરળતાથી પીછો છોડતી નથી અને પછી અનેક દિવસો સુધી તમારે તેનાથી પરેશાન રહેવું પડે છે. તેના કારણે તમારી રાતની ઊંઘ પણ હરામ થાય છે અને અન્ય દિવસે સવારે તમને થાક, સુસ્તી અને ચીડિયાપણું અનુભવાય છે. અનેકવાર દવા અને કફ સિરપ પણ અસર દેખાડી શકતા નથી. તો તમે આ ઘરેલૂ ઉપાયો અજમાવી લો. તેનાથી તમને અસરકારક પરિણામ મળશે.
ગરમ પાણી અને મધ : શિયાળાની સીઝનમાં ઠંડા પાણીનું સેવન બંધ કરો. તમે તેને બદલે હૂંફાળું ગરમ પાણી ઉપયોગમાં લો. તમે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં 4 ચમચી મધ મિક્સ કરીને પીઓ તો તમને તેમાં આરામ મળશે. તમે તેને રેગ્યુલર પણ પી શકો છો. તેનાથી અનેક બીમારીથી રાહત મળશે.
આદુ અને મીઠું : આદુ એક એવો મસાલો છે જે દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે. તમે તેને કાચું પણ ચાવી શકો છો કે પછી તેનો રસ પણ પી શકો છો. આદુ કડવું અને તીખું હોય છે માટે તેનો ટેસ્ટ ફેર કરવા માટે તમે તેમાં મીઠું મિક્સ કરીને ખાઈ શકો છો. તેનાથી સૂકી ખાંસી છૂમંતર થઈ જશે.
કાળા મરી અને મધ : કાળા મરી અને મધનું કોમ્બિનેશન શરદી અને ખાંસીનો દુશ્મન મનાય છે. આ માટે તમે 4-5 કાળા મરીના દાણા લો અને તેને પીસીને પાવડર બનાવો. હવે મધની સાથે તેને મિક્સ કરીને ખાઈ લો. તમે દિવસમાં 2-3 વાર તેનું સેવન કરો અને કફમાં રાહત મળશે.