હોળી પર દ્વારકા જવાનો પ્લાન હોય તો પહેલા આ વાંચી લેજો, દર્શનનો સમય બદલાયો
હોળીના તહેવારને શરુ થવાને આડે બે દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ દ્વારકા મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હોળીના તહેવાર પર ફૂલડોલ મહોત્સવને લઈને સમયમાં કરાયો ફેરફાર કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જગત મંદિર દ્વારકામાં ફુલડોર ઉત્સવને લઈને તૈયારીઓ
દ્વારકાના જગત મંદિરમાં મુખ્ય બે તહેવારો એટલે કે જન્માષ્ટમી અને હોળી ઉત્સવનું ખૂબ મહત્વ માનવામા આવે છે. આ હોળી ઉત્સવને દ્વારકા જગત મંદિરમાં ફુલડોર ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે દ્વારકા મંદિરમાં ફુલડોલ ઉત્સવને લઇ તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. અને દ્વારકામાં કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરી ગેટ અને ડોમ બનાવવામાં આવ્યા છે.
યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા
મહત્વુનું છે કે આ ફુલડોલ ઉત્સવ પર લાખો યાત્રિકો પગપાળા અને વાહનોથી દ્વારકામાં આવતા હોય છે. ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ દ્વારકામાં દર્શન માટે ખાસ આયોજન કરવામાં આવે છે, જેમાં કીર્તિસ્તંભથી એન્ટ્રી થાય છે અને 56 સીડી સ્વર્ગ દ્વારેથી યાત્રિકોને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે આ વખતે દ્વારકા મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય બદલાયો છે.
6થી 7 તારીખ સુધીનો સમય
હોળી તેમજ ફૂલડોલ મહોત્સવ દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ત્યારે તારીખ 6 ના દ્વારકાધીશ મંદિરમાં દર્શન નિત્યક્રમ મુજબ રહેશે. 6 તારીખે સાંજે 6:24 થી દ્વારકા ખાતે હોળી પ્રગટાવવામાં આવશે. તેમજ 7 તારીખે મંગળવારે સવારે 6 વાગ્યે મંગળા આરતી, ત્યાર બાદ બપોરે 1 વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે. અને બપોરે 1 થી 5 સુધી મંદિર બંધ રહેશે અને સાંજે 5 વાગ્યાથી નિત્ય ક્રમ મુજબ દર્શન કરી શકાશે.
ફૂલડોલના દિવસે શું રહેશે સમય ?
તારીખ 8 ફૂલડોલના દિવસે સવારે 6:30 વાગ્યે મંગળા આરતી, બપોરે 1 સુધી નિત્યક્રમ મુજબ દર્શન, ત્યાર બાદ બપોરે 1 થી 2 સુધી મંદિરને બંધ રાખવામાં આવશે. આ દિવસે બપોરે 2 વાગ્યે ખાસ ઉત્સવ આરતી કરવામાં આવશે. ત્યાર બાદ બપોરે 2 થી 3 સુધી ખાસ ઉત્સવ દર્શન ફૂલડોલ મહોત્સવ મંદિરની અંદર ઉજવવામાં આવશે. ત્યાર બાદ બપોરે 3 થી 5 સુધી મંદિર બંધ રહેશે અને સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે.
આ પણ વાંચો : વિપક્ષના 9 નેતાઓએ PM મોદીને લખ્યો પત્ર, કેન્દ્રિય એન્જન્સીઓના દુરુપયોગનો આરોપ