ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

લગ્ન બાદ હનીમુન પર જવાનું પ્લાન કરી રહ્યા હોય તો ફોલો કરો આ ટિપ્સ

  • લગ્ન બાદ દરેક કપલ માટે હનીમુન દરમિયાન વિતાવેલી ક્ષણો ખાસ હોય છે. આ એ સુંદર ક્ષણો હોય છે, જ્યારે તમને એકબીજાની પસંદ-નાપસંદ જાણવા અને સમજવાનો મોકો મળે છે.

લગ્નની સીઝન ચાલી રહી છે. આમ તો કમુર્તામાં આપણા ત્યાં લગ્નના મુહુર્ત હોતા નથી, પરંતુ એનઆરઆઈ વેડિંગની મોસમ ચાલી રહી છે. લગ્ન બાદ દરેક કપલ માટે હનીમુન દરમિયાન વિતાવેલી ક્ષણો ખાસ હોય છે. આ એ સુંદર ક્ષણો હોય છે, જ્યારે તમને એકબીજાની પસંદ-નાપસંદ જાણવા અને સમજવાનો મોકો મળે છે. તેથી હનીમુન પર જતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હનીમુન દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમે બંને ખુશ રહી શકશો.

પાર્ટનર સાથે મળીને કરો પ્લાનિંગ

હનીમુન માટે પ્રી-પ્લાનિંગ કરવુ જરુરી હોય છે. જો તમે અચાનક પ્લાનિંગ કરો છો તો તમને યોગ્ય લોકેશન કે હોટલમાં જગ્યા શોધવામાં સમસ્યા થઈ શકે છે. તમારે પાર્ટનર સાથે મળીને પહેલેથી તેનું પ્લાનિંગ કરી લેવું જોઈએ. આ દરમિયાન તમે એકબીજાની પસંદ-નાપસંદનું પુરતું ધ્યાન રાખો. બંને સાથે મળીને પ્લાનિંગ કરી લો. ત્યારબાદ ફ્લાઈટમાં જશો કે ટ્રેન લેશો, તે પહેલેથી જ નક્કી કરી લો.

લગ્ન બાદ હનીમુન પર જવાનું પ્લાન કરી રહ્યા હોય તો ફોલો કરો આ ટિપ્સ hum dekhenge news

પાર્ટનરની ચોઈસને મહત્ત્વ આપો

હાલમાં ગેઝેટ્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઈઝનો ખુબ ક્રેઝ છે. જો તમારા પાર્ટનરને આ બધી વસ્તુઓ પસંદ હોય તો તેની પસંદને મહત્ત્વ આપો. પાર્ટનર સાથે એન્જોય કરવા માટે કેમેરા, આઈપોડ જેવી વસ્તુઓ લઈ જઈ શકો છો. સફર દરમિયાન આઈપોડની મદદથી ગીતો સાંભળી શકશો. એકબીજાને સમજવાનો મોકો આ સમયે જ મળશે. એકબીજાની પસંદગીની જાણ થશે. તમારા પાર્ટનરને જે પણ પસંદ હોય તે સાથે લઈ જવાની ના ન કહો. તેનાથી તમારા સંબંધો મજબુત થશે.

તમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો

હનીમુન માત્ર એન્જોયમેન્ટ પીરિયડ નથી, આ દરમિયાન તમે એકબીજાને સારી રીતે સમજી શકો છો. ખાસ કરીને આ પીરિયડ એરેન્જ મેરેજવાળા લોકો માટે સ્પેશિયલ છે. કપલ્સે હનીમુન પીરિયડને ધ્યાનમાં રાખતા પોતાની પ્રાઈવસીને પણ મહત્ત્વ આપવું જોઈએ. તમારા ફેમિલિ કે મિત્રોને કહી દો કે આ દરમિયાન તમને કોલ કે મેસેજ ન કરે.

લગ્ન બાદ હનીમુન પર જવાનું પ્લાન કરી રહ્યા હોય તો ફોલો કરો આ ટિપ્સ hum dekhenge news

આ વાતોનું પણ રાખો ધ્યાન

હનીમુનને સ્પેશિયલ બનાવવા માટે તમે તે ડેસ્ટિનેશન વિશે સંપુર્ણ જાણકારી લઈ લો, જ્યાં તમે જઈ રહ્યા છો. ત્યાંનો મોસમ કેવો હોય છે. તમને હોટલમાં કેવા પ્રકારની ફેસિલિટી મળી રહી છે. કપલ સ્પેશિયલ હોટલમાં તમને કઈ સુવિધા મળી શકે છે. એ વાતોનું ધ્યાન રાખીને તમે તમારો શિડ્યુઅલ પ્લાન કરી શકો છો.

હનીમુન માટે કરો સ્માર્ટ અને ઈઝી પેકિંગ

કેટલાક લોકોને આદત હોય છે કે ક્યાંય પણ ફરવા જાય તો ઘણી બધી બેગ્સ કેરી કરી લે છે, તેની અંદર બિનજરૂરી સામાન પણ ભરી લે છે. વધારાના આઉટફિટ્સ અને જરુર કરતા વધારે વસ્તુઓની ઘણાને ટેવ હોય છે. આ કારણે તમને ટ્રાવેલિંગમાં સમસ્યા થઈ શકે છે. તમે હનીમુનનું પેકિંગ ખુબ જ સ્માર્ટલી કરી શકો છો. આ ત્યારે જ થઈ શકશે જ્યારે તમે તમારા માટે જરૂરી વસ્તુઓને યોગ્ય રીતે એરેન્જ કરી શકશો.

આ પણ વાંચોઃ ઠંડીમાં ગુંદરના લાડુ ખાવાના નુકશાન પણ હોઈ શકે છે!

Back to top button