ટ્રેન્ડિંગધર્મ

વટ સાવિત્રીનું વ્રત પહેલી વખત રાખતા હો તો જાણી લો આ નિયમો

  • વટ સાવિત્રી વ્રત વૈશાખ મહિનાની અમાસના દિવસે આવે છે
  • આ વર્ષે શનિ જયંતિનો પણ શુભ સંયોગ બન્યો
  • વટ સાવિત્રીનું વ્રત પતિની લાંબી ઉંમર માટે કરાય છે

વટ સાવિત્રીનું વ્રત પરિણિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ દિવસે તેઓ વડની પૂજા કરે છે અને આ વ્રતનો સંકલ્પ લે છે. વટ સાવિત્રી વ્રત વૈશાખ મહિનાની અમાસના દિવસે આવે છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત પર શનિ જયંતિ પણ છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ પર ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે. એવુ માનવામાં આવે છે કે આ શુભ સંયોગની વચ્ચે વટ સાવિત્રીનું વ્રત કરવાથી અને સાચા મનથી પૂજા કરવાથી વ્રત કરનારને વિશેષ લાભની પ્રાપ્તિ થશે અને શુભ કાર્ય સંપન્ન થશે. વટ સાવિત્રી વ્રતમાં ઉપવાસની સાથે કેટલાક ખાસ વ્રતના નિયમોનું પાલન કરવામાં આવે છે. જો તમે પહેલી વાર વ્રત કરી રહ્યા હો તો જાણી લો વ્રતના કેટલાક નિયમો

વટ સાવિત્રીનું વ્રત પહેલી વખત રાખતા હો તો જાણી લો આ નિયમો hum dekhenge news

ક્યારે છે વટ સાવિત્રીનું વ્રત

વટ સાવિત્રીનું વ્રત 18 મેની રાતે 9.42 મિનિટે શરૂ થશે અને રાતે 9.22 મિનિટે ખતમ થશે. આ દિવસે શનિ જયંતિ પણ છે અને આ દિવસે સિદ્ધ યોગનું નિર્માણ થવા જઇ રહ્યુ છે. તેથી મહિલાઓને સદૈવ સૌભાગ્યવતી રહેવાનો આશીર્વાદ પ્રાપ્ત થશે.

મુહૂર્ત અને કેવી રીતે કરાય છે?

અમાસની તિથિનો પ્રારંભ 18 મે, 2023ના રોજ રાતે 9.42 વાગ્યે થઇ રહ્યો છે. અમાસની તિથિ 19 મે, 2023ના રોજ 9.22 વાગ્યે પુર્ણ થશે. પોતાનું વૈવાહિક જીવન અખંડ રહે તે માટે સૌભાગ્યની કામના સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત રાખે છે. તેઓ વડના વૃક્ષની પૂજા કરે છે અને તેની પરિક્રમા કરતા સુતરનો તાંતણો બાંધે છે.

 

વટ સાવિત્રીનું વ્રત પહેલી વખત રાખતા હો તો જાણી લો આ નિયમો hum dekhenge news

વટ સાવિત્રી વ્રતના નિયમો

  • જો તમે પહેલીવાર વ્રત રાખી રહ્યા હો તો સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ પીળા રંગના કપડા પહેરો. શ્રૃંગાર કરો.
  • ત્યારબાદ ઘરના મંદિર અને વડના ઝાડની નીચે સફાઇ કરો, પછી આ સ્થાનને ગંગાજળ નાંખીને પવિત્ર કરી લો.
  • ત્યારબાદ શુભ મુહુર્તમાં વટ વૃક્ષની પૂજા કરો. દીવો અને ધૂપ કરો. હવે વટ વૃક્ષના મુળને જળ અર્પિત કરો. તેમાં ચારેય બાજુ સાત વખત કાચો દોરો લપેટો. ત્યારબાદ વટ વૃક્ષની પરિક્રમા કરો.
  • વટ વૃક્ષના પાંદડાની માળા બનાવીને પહેરો અને વટ સાવિત્રી વ્રતની કથા કરો.સાસુના આશીર્વાદ લો.
  • ફળ-અનાજ અને કપડા એક ટોકરીમાં રાખીને કોઇ જરૂરિયાતમંદને કે બ્રાહ્મણને દાન કરો. એવી માન્યતા છે કે આ વ્રતના પારણા 11 પલાળેલા ચણા ખાઇને કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ આ રોગોને કારણે કિડની થાય છે ફેલ, શરીર આપે છે આ સંકેતો

Back to top button